ગુજરાતનાં મહેસાણા જીલ્લામાં આવેલ ઊંઝા તાલુકામાંથી હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમાજમાં દેખાદેખીથી લગ્નની પાછળ કરવામાં આવતો અઢળક ખર્ચ, વ્યવહાર તથા બિનજરૂરી રિવાજને નાબૂદ કરવા માટે કુલ 42 વર્ષ અગાઉ વર્ષ 1978થી કાયમી સમૂહ લગ્નોત્સવ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
આ સંસ્થાન દ્વારા મંદિર પરિસરમાં સત્સંગ હોલ, ઉમેશ્વર હોલ, કમિટી હોલ તથા ઉમિયા યાત્રીભવન એમ કુલ 4 જગ્યા પર સવાર, બપોર તેમજ સાંજે લગ્ન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનેક લોકોની માટે પ્રેરણારૂપ બની છે.
કોરોનાની ગાઇડલાઇન સાથે કરવામાં આવ્યું લગ્નનું આયોજન :
કોરોના મહામારીમાં સરકારની સંપૂર્ણ ગાઈડ લાઇન મુજબ મંદિરમાં કરવામાં આવતા લગ્નોએ 251નો આંકડો પાર થઈ ચુક્યો છે. ગત વર્ષે કુલ 393 લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ દરમિયાન 10 ડિસેમ્બરે મંદિરના ઇતિહાસમાં પહેલીવખત માત્ર 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
જેમાંથી કુલ 5 લગ્ન ફૂલહારથી તથા કુલ 12 લગ્ન સપ્તપદીના 7 ફેરા લઇને નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી પટેલ દિલીપભાઈ નેતાજીએ કહ્યું હતું કે, ફક્ત 1,000માં ફુલહારથી તેમજ કુલ 10,200 રૂપિયામાં સંસ્થાન નીતિ-નિયમ મુજબ લગ્ન કરી આપવામાં આવે છે. ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
માત્ર 42 વર્ષમાં કુલ 1,03,689 દીકરીઓનું માતાજીની ચૂંદડી આપી સન્માન કરવામાં આવ્યું :
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમગ્ર ભારતનાં કોઈપણ ખૂણામાં વાલ્મિકી તથા નાયક સમાજ જો સમૂહલગ્ન કરે તો એમણે વિનામૂલ્યે નવદંપતીને પાનેતર (ચૂંદડી), કંકુપડો, ઉમિયા માતાજીનો ફોટો આપવામાં આવે છે તેમજ ઊંઝા મંદિર પરિસરમાં કોઈપણ સમાજ સમૂહલગ્નનું આયોજન કરે તો પ્લોટ નિજ સંસ્થાન દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,03,689 દીકરીઓનું માતાજીની ચૂંદડી આપીને સન્માન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle