આ ઘટના ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ઉન્નાવના(Unnao) પ્રાથમિક શાળાની છે. જ્યાં સુશીલા કુમારી એક શિક્ષિકા(Teacher) છે. તેણે 5 વર્ષની બાળકી તનુને હોમવર્ક ન કરવા પર નિર્દયતાથી માર માર્યો હતો. જ્યારે બાળકી તેના ઘરે પહોંચી તો તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. તેના પરિવારજનોએ શાળામાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલટાનું શિક્ષકએ પરિવારજનોને સમાધાન પત્ર લખાવ્યુ અને કોઈને ન કહેવાની સૂચના પણ આપી હતી. આ સમગ્ર મામલો એક વીડિયો દ્વારા બહાર આવ્યો છે. કોઈએ ગુપ્ત રીતે બાળકીને માર મારતો વીડિયો બનાવ્યો હતો જે બાદમાં વાયરલ થયો હતો.
UP : હોમવર્ક ન કરવા બદલ છોકરીને માર્યો ઢોર માર – શિક્ષકે 5 વર્ષની બાળકીને 30 સેકન્ડમાં 10 થપ્પડ મારી pic.twitter.com/fC8vVoQ8fl
— Trishul News (@TrishulNews) July 12, 2022
વાળ ખેચી ચહેરા પર થપ્પડ મારી:
આ વીડિયોમાં શિક્ષક બાળકીને મારતી જોવા મળી છે. આ વીડિયો બાજુના ક્લાસની બારીમાંથી કોઈએ બનાવ્યો હતો. શિક્ષકે 30 સેકન્ડમાં છોકરીને 10 વાર થપ્પડ માર્યા હતા. પહેલા તેના વાળ ખેંચે છે અને પછી તેના ચહેરા પર થપ્પડ મારે છે. તેણી તેને ઠપકો પણ આપી રહી છે. બાળકીના ચહેરા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા.
સુશીલા પર ઈસ્લામ નગરના રહેવાસી રમેશ કુમારની પુત્રી તન્નુને તેનું હોમવર્ક પૂરું ન કરવા પર માર મારવાનો આરોપ છે. અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો 9 જુલાઈનો છે. બીજી તરફ પાયાના શિક્ષણ અધિકારી સંજય તિવારીએ જણાવ્યું કે તપાસ કરવામાં આવશે. દોષિતો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.