સૌરાષ્ટ્ર યુનીના વધુ ચાર પ્રોફેસરોએ પ્રકાશ્યું પોત- નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થીની પાસે કરતા બીભત્સ માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક વિદ્યાર્થીનીએ અધ્યાપકો સામે શારીરિક અને માનસિક ત્રાસ અપતો હોવાની  ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઇ હોય તેવું લાગી…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક વિદ્યાર્થીનીએ અધ્યાપકો સામે શારીરિક અને માનસિક ત્રાસ અપતો હોવાની  ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં અધ્યાપકોની લંપટગીરી સામે માથું ઊંચકનાર ચાર વિદ્યાર્થિનીની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ ચુક્યો છે. ઉપલેટાની M.P.Edની વિદ્યાર્થિનીએ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી છે.

યુનિવર્સિટી કોઇ પણ જવાબદારને બચાવશે નહીંઃ કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.P.Ed ભવનના પ્રો. ડો.વિક્રમ વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીએ ઇ-મેલથી ફરિયાદ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. ઉપલેટાની વિદ્યાર્થિનીના નામે કુલપતિને કરાયેલા ઇ-મેલમાં આરોપ મુક્યો છે કે, હું ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું અને 2018-19માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન અમારા સાહેબ ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો તથા અમારા સાહેબ દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી.

અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી સસ્પેન્ડ થયા હતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં Ph.Dનું કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીને કિસ કરવાના પ્રકરણમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને પીડિતા વચ્ચે થયેલી વાતચીતની એક ઓડીયો ટેપ વાઇરલ થઇ હતી. બાદમાં સાઇબર પૂરાવાઓની ચકાસણી કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ડો.રાકેશ જોશીએ સોશિયોલોજી ભવનની ઓફિસ ખાલી કરવા મુદ્દે જવાબ જ ન આપતા નોટિસ આપવામાં આવી હતી. બાદમાં રાકેશ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અગાઉ વિદ્યાર્થિની પાસે ‘શરીરસુખ’ની માંગણી કરતા પ્રો. ઝાલા સસ્પેન્ડ કરાયા હતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હરેશ ઝાલા લંપટ પ્રોફેસર પાર્ટ-3  હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનની એમ.ફિલ.ની વિદ્યાર્થિનીને Ph.Dમાં પ્રવેશ અપાવવા બદલ શરીર સુખ માણવાની બીભત્સ માંગણી તેણે કરી હતી. વિદ્યાર્થિની અને પ્રોફેસર ઝાલા વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ હરેશ ઝાલાને સસ્પેન્ડ કરતાં સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થિનીઓ કુલપતિ પાસે ધસી ગઈ હતી અને લંપટ પ્રોફેસર ઝાલાને ફરી ફરજ પર લેવાની માગણી કરતાં કુલપતિ પણ અચંબામાં મૂકાયા હતા. યુવતીએ પ્રોફેસર ઝાલા પાસે રૂ. 22 લાખ માગી બ્લેક મેઈલ કર્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. જો કે કુલપતિએ વિદ્યાર્થીઓની માગણી નકારી લંપટનો સાથ ન દેવા સલાહ આપી હતી.

જાતિય સતામણી આરોપમાં પ્રોફેસર નિલેશ પંચાલ સસ્પેન્ડ થયા હતા

બાયો સાયન્સ ભવનમાં Ph.D વિદ્યાર્થિનીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ ગત 30મી ઓગસ્ટ, 2018ના રોજ તત્કાલિન કુલપતિ ડો.દેવેનને કરી હતી. એન્ટિ સેકસ્યુઅલ વુમન્સ  હેરેસમેન્ટ સેલે આપેલા રિપોર્ટના આધારે પ્રોફેસર નિલેશ પંચાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત તા.2-11-2018ના રોજ આ પ્રકરણની તપાસ નિવૃત્ત જ્જ દિનેશ ત્રિવેદીને સોંપવામાં આવી હતી અને નિવૃત્ત જજે 12 માર્ચે પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપ્યો હતો. બાદમાં જાતિય સતામણીના કેસમાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *