મહિલાઓની સાથે થઈ હેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતા જતાં બળાત્કારના કેસને ધ્યાનમાં લેતાં એવું લાગી રહ્યું છે કે, હાલમાં મહિલાઓ સુરક્ષિત નથી રહી. આવી જ એક બળાત્કારની ઘટના આગ્રામાં (Agra) સામે આવી છે.
આ ઘટનામાં 3 લોકોએ મહિલાના પતિ સામે સામુહિક દુષ્કર્મ ની ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલાએ એતમદપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં બે નામાંકિત અને અજાણ્યા યુવકને જંગલમાં લઈ જઈને ગેંગરેપનો કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 3 લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો છે. આ બાબતે SP સત્યજિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, પીડિતાનો કેસ સામુહિક બળાત્કાર, લૂંટ અને મૃત્યુની ધમકીની કલમ હેઠળ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ તે પતિ સાથે બાઇક પર જઈ રહી હતી. રસ્તામાં 3 યુવકોએ તેમનો રસ્તો રોકીને માર માર્યા બાદ તેઓએ અમને બંનેને ઝાડીમાં બળપૂર્વક ખેંચી લીધા હતા. જ્યાં તેઓએ અમારા કપડા ઉતારી દીધા અને એક પછી એક તેના પતિની સામે બળાત્કાર ગુજાર્યો હતો.
એટલું જ નહીં, આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. તેમની પાસેથી 10,000 રૂપિયા, ઇયરિંગ્સની લૂંટ કરીને તેઓ નાસી છૂટયા હતા. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને જલ્દીથી તેઓ આરોપીઓને પકડી પાડશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ઘટનાએ તમામ સુરક્ષા વ્યવસ્થા ઉજાગર કરી દીધી છે. આ ઘટના બાદ મહિલા અને તેનો પતિ ગભરાઈ ગયા છે. આ ઘટના ઉત્તરપ્રદેશના આગ્રામાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.