ISIની જાસૂસ કે પ્રેમમાં પાગલ… શું કરવા ભારત આવી છે Seema Haider? ISI કનેક્શનથી મચી ગયો હડકંપ

Seema Haider ISI Connection and Love Story: પબજી રમતા રમતાં પ્રેમ થતાં પ્રેમી પોતાના પ્રેમી સાથે રહેવા પાકિસ્તાનથી નેપાળ થઈને યુપીના નોઈડા આવેલી સીમા હૈદરના કેસમાં આજે એક નવો વળાંક આવ્યો છે. નોઈડાના યુવક સચિન મીણા સાથે પ્રેમના (Seema Haider ISI Connection) બહાને ભારત આવેલી સીમા હૈદર એક પાકિસ્તાની જાસૂસ હોવાની ભારતીય એજન્સીઓને આશંકા છે. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ મુજબ યુપી એટીએસે સીમાને કસ્ટડીમાં લઈને અજાણ્યા સ્થળે લઈ જઈને તેની પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે.

સીમા, સચિન અને સચિનના પિતાની અજાણ્યા સ્થળે પૂછપરછ

સીમા હૈદર ઉપરાંત નોઈડાના તેના પ્રેમી સચિન મીણા અને તેના પિતા નેત્રપાલની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્રણેયની અલગ અલગ જગ્યાએ પૂછપરછ cચાલુ કરી દેવામાં આવી છે. નોઈડાના રબુપુરા પોલીસ અને એટીએસની ટીમે પહેલા તો શેરીની બંને તરફનો રસ્તો રોકી લીધો હતો અને ત્યારપછી સીમા હૈદરને બહાર લઈ જવામાં આવી હતી.

સીમા સરહદ પર આઈએસઆઈ એજન્ટો હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુપ્તચર એજન્સીઓએ સીમા હૈદર વિશે ઘણી માહિતી એકઠી કરી રહ્યું છે. હવે તે તમામ મુદ્દાઓ પર સીમાની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સચિન અને તેના પિતાની પણ પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી છે.

સીમા હૈદર નો ભાઈ પાક.સેનામાં સૈનિક અને કાકા સુબેદાર

સીમાનો ભાઈ પાક.સેનામાં સૈનિક અને કાકા સુબેદાર છે તેથી સીમા પ્રેમના નામે જાસૂસી માટે ભારત આવી હોવાનું એજન્સીઓ દ્વારા માનવામાં આવી રહ્યું છે. સીમા આઈએસઆઈના કોઈ ષડયંત્રનો ભાગ છે કે કેમ તે અંગે જાણકારી મેળવવામાં પણ આવી રહી છે. જામીન પર મુક્ત થયા બાદ સીમા હૈદર છેલ્લા ઘણા દિવસોથી ગ્રેટર નોઈડાના રબુપુરામાં સચિનના પરિવાર સાથે રહેતી હતી.

તેની ધરપકડ પહેલા તે લગભગ દોઢ મહિના સુધી અહીં રહી હતી. મે મહિનામાં નેપાળના રસ્તે ભારતમાં પ્રવેશેલી સીમા હૈદરે દાવો કર્યો હતો કે તે સચિન મીનાના પ્રેમમાં છે. પબજી પર મિત્રતા થયા બાદ તે નેપાળ થઈને ભારત આવી પોહચી હતી. તે વારંવાર કહી રહી છે કે તેણે સચિન સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે પાકિસ્તાન પરત જવા માંગતી નથી.

યુપી એટીએસ સીમા સામે શરુ કરી મોટી તપાસ

યુપી ATSએ સીમા હૈદરને લઈને ઘણી ગુપ્ત માહિતી એકઠી કરી છે. યુપી એટીએસ સીમા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી છે ત્યાંથી માંડીને તેના જાસૂસ હોવાની આશંકા સુધીની તપાસ કરી રહી છે. સીમા શરૂઆતથી જ એટીએસના રડાર પર હતી. હાલમાં તેની પૂછપરછ પણ ચાલી રહી છે. સીમાના આઈડી કાર્ડ હાઈ કમિશનનેમાં મોકલવામાં આવ્યા છે. સીમા ખરેખર ‘પ્રેમ દિવાની બનીને ભારત આવી હતી કે પછી તે આઈએસઆઈના કાવતરાનો એક ભાગ છે તે જાણવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *