હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દંપતીએ 1.5 લાખની સેકન્ડ હેન્ડ કાર લેવા માટે તેમના જ નવજાત બાળકને એક બિઝનેસમને વેચી દીધું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, કનૌજ જિલ્લાના તિરવા કોટવાલી પોલીસ સ્ટેશનમાં બાળકના નાના-નાનીએ 13મેં ના રોજ ગુરુવારે બાળકના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, કોટવાલી પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર કુમાર દ્વારા સમગ્ર મામલે નિવેદન આપવામાં આવ્યું છે. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, ફરિયાદ કર્તાઓએ તેમની દીકરીએ તેના પતિ સાથે મળીને તેના નવજાત બાળકને ગુરસહાયગંજના બિઝનેસમેનને વેચી દીધુ છે. તેમણે 1.5 લાખની સેકન્ડ હેન્ડ કાર લેવા માટે બિઝનેસમેનને નવજાત બાળક વેચી દીધુ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, “બાળક હજી પણ બિઝમેનમેન પાસે જ છે, હાલ મહિલા અને તેના પતિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.” મળતી માહિતી મુંજબ, આ દંપતીએ હાલમાં જ એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી છે. આ પરાકારનો આ પહેલો કેસ નહિ પરંતુ આવી અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચુકી છે.
જણાવી દઈએ કે, આ પહેલા પણ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાનો મામલો સામે આવ્યો હતો જેમાં એક મજૂરે તેની નવજાત બાળકીને વેચી દીધી હતી. આ સમગ્ર ઘટનાની મજુરના પાડોશીએ જાણકારી આપી હતી. આ સોદા બાદ મજુરના ખર્ચાઓ વધી ગયા હતા જેથી પાડોશીને તેના પર શક થયો હતો.
જાણવા મળ્યું છે કે, મજૂરે તેની બાળકીને વેચ્યા બાદ એક નવો મોબાઈલ અને એક બાઈક પણ ખરીદ્યું હતું. આ પ્રકારે મજૂરે ખર્ચો કરવાનું શરુ કરતા પાડોશી દ્વારા પોલીસને સંપર્ક કરવામાં આવ્યો. પોલીસની તપાસ બાદ જાણ થઈ કે, મજૂરે મામાચાનાહલ્લી ગામમાં એક નિ:સંતાન દંપતીને બાળકી વેચી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.