ઉત્તરપ્રદેશ: મુખ્યમંત્રી (CM) યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ની હાજરીમાં મંગળવારે તેમના નિવાસસ્થાને કેબિનેટ (Cabinet) ની બેઠક (Meeting) નું આયોજન થયું હતું. આ સમયગાળા દરમિયાન કુલ 25 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક પછી પ્રવક્તા સિદ્ધાર્થ નાથ સિંહે આ નિર્ણયો અંગેની જાણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા યુવાનોને તેમના તકનીકી સશક્તિકરણ માટે ટેબ્લેટ અથવા તો સ્માર્ટફોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્નાતક, માસ્ટર, b.tech, પોલિટેકનિક, પેરામેડિકલ, નર્સિંગ તથા કૌશલ્ય વિકાસ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અથવા તો સ્માર્ટફોનનું વિતરણ કરાશે.
યુપી સરકારના પ્રધાન સિદ્ધાર્થ નાથ સિંહ જણાવે છે કે, રાજ્યના 1 કરોડ વિદ્યાર્થીઓને 60 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અથવા તો સ્માર્ટફોનનું વિતરણ કરાશે. જેના પર 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ રહેલો છે. જિલ્લા કલેક્ટરની હાજરીમાં મળેલ 6 સભ્યોની સમિતિની રચના વિતરણ માટે કરવામાં આવશે કે, જે ઓળખાયેલી શૈક્ષણિક સંસ્થાઓ મારફતે લાયક વિદ્યાર્થીની સૂચિમાં મોકલાશે.
ટેબલેટ અથવા તો સ્માર્ટફોન જેમ પોર્ટલ મારફતે ખરીદવામાં આવશે. આની માટેનો નોડલ એજન્સી ઔદ્યોગિક વિકાસ વિભાગ હશે. મંત્રીમંડળના નિર્ણયો વિશે જાણ કરતા મંત્રી સિદ્ધાર્થ નાથ જણાવે છે કે, સરકાર નવેમ્બર માસના સૌપ્રથમ સપ્તાહ સુધીમાં વિદ્યાર્થીઓની ઓળખ કરવાનો પ્રયત્ન કરશે.
કેબિનેટે કાનપુર નગરમાં સર્કિટ હાઉસમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની મૂર્તિ સ્થાપિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ કુલ ખર્ચ 37.35 લાખ રૂપિયાનો થશે. ફક્ત 3 જ મહિનામાં આ કામ પૂર્ણ થઈ જશે. મંત્રીમંડળ દ્વારા મોહનસરાયથી લઈને વારાણસીના શહેરનો માર્ગ 11 કિમીની લંબાઈમાં 6 લેન સુધી પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે.
સરકારે નિર્ણય લીધો છે કે, ખાનગી બિલ્ડરોએ બનાવેલ EWS અને LIG કેટેગરીના મકાનોની રજિસ્ટ્રી માટે ખરીદદારોએ હવે ફક્ત 5000 રૂપીયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. મંત્રીમંડળ દ્વારા નિર્ણય લેવાયો છે ,કે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)ને બદલે લેઆઉટ પર ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ માટેના લાઇસન્સને પરવાનગી અપાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.