UP ઇફેકટ? ધીરે ધીરે ગુજરાત યુપી જેવું બનતું જાય છે.દિવસે ને દિવસે હવે ગુજરાત માં લુંટ, મર્ડર, અપહરણ, બળાત્કાર, છેડતી અને ખંડણીના ગુનાઓ વધતા જાય છે, અને ગુનાખોરી નું પ્રમાણ પણ વધતું જાય છે. રોજ રોજ બાળકો ગુમ થવા દુષ્કર્મ થવું જેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.UP માં પણ ગુનેગારોને જેમ પોલસનો ડર નોહ્તો લાગતો એવી રીતેજ હવે, ગુજરાતમાં પણ UP વાળી શરૂ થઇ ગઈ હોય એવું લાગે છે.
UP માં ભૂતકાળમાં ઘણા ખુબ નજીવી બાબતે ખૂન થયેલા છે , તેવીજ રીતે ગુજરાતના વલસાડ જીલ્લાના ભીલાડ ગામમાં ચકચારી ઘટના બની છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ હત્યા માત્ર ગુટખાની પડીકી માટે કરવામાં આવી છે. જે ઘટના સાંભળીને એવુજ લાગે કે UP જેવા વિસ્તારની હશે.પણ,આ ઘટના ગુજરાતના વલસાડ જીલ્લાના નજીકના ગામમાં રેહતા શ્રમિક પરિવારની છે.
ભીલાડ નજીક રેહતા એક શ્રમિક પરિવારમાં જગદીશ જાદવ નામના યુવકની સગાઇ નીતા ધનગરિયા નામની યુવતી સાથે થઇ હતી, બે માસ બાદ બંનેનાં લગ્ન પણ હતા. થોડા દિવસ પેહલા બંને યુગલો અને અન્ય કામદારો સાથે ભીલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી એક આંબાવાડીમાં કામ કરવા માટે ગયેલા હતા ત્યારે, અચાનક જ નીતા ગાયબ થઇ ગઈ હતી.
આ બાબતે નીતાની બેહન સુનીતાએ આ મામલે મંગેતરને પૂછતાં તેણે, આ બાબતે સમ્પૂર્ણ અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો. થોડીવાર બાદ જ્યારે શોધખોળ શરૂ કરતા થોડે, આગળ જંગલ જેવા વિસ્તારમાં એક આંબાના જાડ પરજ નીતાનો સંકાસ્પદ હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. UP માં પણ આવી રીતે ઘણા બનાવો બન્યા છે.
થોડીવાર બાદ જ્યારે લોકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, એક યુવતીની ગળો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે.ત્યારે આ યુવતીનો મંગેતર પણ ત્યાં પોહચી ગયો હતો, અને કામદારો જ્યાં કામ કરતા હતા, ત્યાનો કોન્ટ્રાકટર શૈલેશ પણ આવી ગયો હતો. ખૂનની ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાના હેતુથી ભીલાડ પોલીસ સમક્ષ સત્ય છુપાવવા પ્રયાસ કર્યો હતો. ભૂતકાળમાં UP માં નિરક્ષરતાને કારણે પણ થયેલું છે.
વધારે સારવારના બહાને તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યા તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે હોસ્પીટલના સત્તાધીશો અને સ્ટાફને દાળમાં કઈ કાળું હોવાનો અંદાઝ આવી જતા, તેમણે પોલીસ ખાતાને તુરંત જાણ કરી હતી. પોલસે હોસ્પિટલ પોહ્ચ્તાની સાથેજ કાર્યવાહી આરંભી દીધી હતી.પોલીસે શંકમદ વ્યક્તિઓની સ્થળ પરજ પુછતાછ શરૂ કરી દીધી હતી.UP થી આવેલા કામદારો ની સંખ્યા પણ ગુજરાતમાં ઘણી છે.
પોલસે સંપૂર્ણ ઘટનાનો તાગ મેળવ્યા પછી મંગેતર તરફ શંકાની સોય હોવાનું માનીને છેલે મૃતક યુવતીના મંગેતરની કડક પૂછપરછ અને ઉલટતપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ સત્ય સ્વીકારીને પોતેજ પોતાની મંગેતરની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. યુવકે કહ્યું હતુકે પોતાની મંગેતરને ગુટખા ખાવાની વધારે પડતી આદત હોવાના કારણે તેણે હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
આમ હવે લોકો એવું કહી રહ્યાછે કે UP જેમ ગુજરાતમાં પણ, ધીરે ધીરે ધોળે દહાડે ખૂન અપહરણ જેવા બનાવો સામાન્ય થઇ ગયા છે, UP ની માફક હવે ગુજરાતમાં પણ ગુનેગારોને પોલીસનો ડર નહિ હોય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.