UPSC success story: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મૈનપુરી (Mainpuri)ના રહેવાસી દિવ્યાંગ સૂરજ તિવારી (Suraj Tiwari)એ UPSC પરીક્ષા (UPSC success story)માં પરચમ લહેરાવ્યો છે. સૂરજે (Suraj Tiwari Story) ટ્રેન અકસ્માત (Accident)માં તેના બંને પગ અને એક હાથ ગુમાવ્યો હતો. આમ છતાં સૂરજ (UPSC Topper Suraj Tiwari Story) હિંમત ન હાર્યો અને UPSC પરીક્ષામાં 917મો રેન્ક મેળવ્યો. સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ તેમની સફળતા પર ખુશ છે.
मैनपुरी के दिव्यांग सूरज तिवारी ने आईएएस की परीक्षा पहली बार में ही निकाल कर साबित कर दिया कि संकल्प की शक्ति अन्य सब शक्तियों से बड़ी होती है।
सूरज की इस ‘सूरज’ जैसी उपलब्धि के लिए हार्दिक बधाई और उज्ज्वल भविष्य के लिए अनंत शुभकामनाएँ! pic.twitter.com/RqslbzgEq8
— Akhilesh Yadav (@yadavakhilesh) May 24, 2023
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, ‘મૈનપુરીના દિવ્યાંગ સૂરજ તિવારીએ પહેલા જ પ્રયાસમાં IAS પરીક્ષા પાસ કરી અને સાબિત કરી દીધું કે નિશ્ચયની શક્તિ અન્ય તમામ શક્તિઓ કરતા વધારે છે. સૂરજની ‘સૂરજ’ જેવી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
સૂરજે લોકો સમક્ષ એક દાખલો બેસાડ્યો છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય… પરંતુ જે લોકો પ્રયત્ન કરે છે તે ક્યારેય હારતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સૂરજને બંને પગ અને એક હાથ નથી અને બીજા હાથમાં માત્ર ત્રણ આંગળીઓ છે, પરંતુ તેની મહેનત અને લગનથી આજે સુરજ આ સ્થાન હાંસલ કરી શક્યો છે.
UPSC પરીક્ષામાં સફળતા મેળવવા માટે સૂરજ 18 થી 20 કલાક અભ્યાસ કરતો હતો. સૂરજે કોઈપણ કોચિંગ અને એક્સ્ટ્રા ક્લાસ વગર આ સફળતા મેળવી છે. સૂરજ મધ્યમ વર્ગીય પરિવારનો છે. તેમના પિતા રાજેશ તિવારી એક દરજી માસ્તર છે અને તેમની કુરાવલીમાં એક નાનકડી ટેલરિંગની દુકાન છે, જે પરિવારનો ખર્ચો ચલાવે છે.
સૂરજે 2017માં ટ્રેન અકસ્માતમાં તેના બંને પગ અને એક હાથ ગુમાવ્યો હતો. 4 મહિના સુધી સૂરજની સારવાર ચાલી. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી અને થોડા સમય પછી સૂરજના એક ભાઈનું પણ અવસાન થયું. આ ઘટનાથી આખો પરિવાર દુઃખી થયો હતો પરંતુ સૂરજે હિંમત હારી ન હતી અને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપીને આ સફળતા મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.