ગુજરાત(Gujarat): યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 ના સફળ અને અસફળ ઉમેદવારોનાં ગુણ જાહેર કર્યા છે. શુભમ કુમારે(Shubham Kumar) સિવિલ સર્વિસ પરીક્ષા 2020 માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શુભમે IIT બોમ્બેમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. જાગૃતિ અવસ્થી(Jagruti Avasthi)એ આ પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું છે.
ટોચના 25 ઉમેદવારોમાંથી 13 પુરુષો અને 12 મહિલાઓ છે. પરીક્ષાનું પરિણામ 24 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું છે. સિવિલ સર્વિસીસ 2020 પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માર્ક્સ www.upsc.gov.in પર જઈને ચકાસી શકાય છે.
પસંદગી પામેલા ઉમેદવારોમાંથી 263 જનરલ કેટેગરીમાંથી, 86 ઇડબ્લ્યુએસમાંથી, 229 ઓબીસીમાંથી, 112 એસસીમાંથી અને 61 એસટી કેટેગરીમાંથી છે. ભારતીય સેવાઓ (IAS), ભારતીય પોલીસ સેવાઓ (IPS) અને ભારતીય વિદેશી સેવાઓ (IFS), રેલવે ગ્રુપ A (ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા) માટે અન્ય સેવાઓ વચ્ચે UPSC સિવિલ સર્વિસ દ્વારા પસંદગી કરવામાં આવે છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે- પ્રારંભિક, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં કામગીરીના આધારે અંતિમ મેરીટ યાદી બહાર પાડવામાં આવે છે.
UPSC દ્વારા સિવિલ સર્વિસીઝના બહાર પાડવામાં આવેલ પરિણામમાં IAS, IFS, IPS, કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને ગ્રુપ B ના ઉમેદવારોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. UPSC દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સુરત શહેરના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ દેશભરમાં 8માં રેન્ક સાથે ફક્ત ગુજરાતનું જ નહિ પણ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
કાર્તિક જીવાણી(Kartik Jivani)એ 2017માં પણ UPSCની પરીક્ષા આપી હતી. જોકે, 2017માં કઠોર મહેનત કરવા છતાં તેમને નિષ્ફળતા મળી હતી. પરંતુ તેણે હાર માનવાની જગ્યાએ 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019 માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8મો ક્રમ મેળવ્યો હતો. જેથી IAS ની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPS ની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા-લેતા ફરી IAS બનવાના પોતાના ધ્યેયને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા હાંસિલ કરી.
2015ની વર્ષમાં ટીના ડાબી ટોપર રહી હતી. તેની નાની બહેન રીયા ડાબી આ રિઝલ્ટમાં 15મા ક્રમે રહી છે. એ રીતે બન્ને બહેનોએ UPSCની પરીક્ષા પાસ કરીને સફળતાનું એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. આ અધિકારીઓને ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)2. ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS), સેન્ટ્રલ સર્વિસ (ગ્રૂપ-એ-બી) વિભાગોમાં એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.