ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બાઈડનનો વિજય હવે નક્કી જ છે. સંપૂર્ણ શક્યતા રહેલી છે કે, બાઈડન જ અમેરિકાના આવનાર રાષ્ટ્રપતિના સ્વરૂપમાં વ્હાઈટ હાઉસમાં આવતા કુલ 4 વર્ષ જોવા મળશે. બાઈડન ખૂબ જ સીનિયર ડિપ્લોમેટ રહ્યા છે તેમજ વર્ષ 1972માં તેઓ સૌપ્રથમ વખત સેનેટર બન્યા હતા.
આપને જણાવી દઇએ કે, બાઈડનનું ભારત સાથે સંબંધ રહેલો છે તેમજ એનો ખુલાસો તમણે અમુક વર્ષો પહેલા જ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડન વર્ષ 2013માં ઉપ રાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા હતા ત્યારે એમણે મુંબઈમાં એક ભાષણ વખતે પોતાના ભારતીય કનેક્શનનો ખુલાસો કર્યો હતો.
બાઈડને જણાવ્યું હતું કે, વર્ષ 1972માં જ્યારે તેઓ સૌપ્રથમ વખત સેનેટના સભ્ય બન્યા હતા તો એમને મુંબઈમાં રહેતા એક બાઈડનનો પત્ર મળ્યો હતો. મુંબઈમાં રહેતા બાઈડને એમને કહ્યું બંનેના પૂર્વજો એક જ છે. આ પત્રમાં એમને માહિતી આપવામાં આવી હતી કે, એમના પૂર્વજો 18મી સદીમાં ‘ઈસ્ટ ઈન્ડિયા’ કંપનીમાં કામ કરતા હતા.
જ્યારે બાઈડને કહ્યું: હું તો ભારતમાં પણ ચૂંટણી લડી શકું
આપને જણાવી દઇએ કે, વર્ષ 2015માં એમણે વોશિંગ્ટનમાં ઈન્ડો US ફોરમની મીટીંગમાં ફરી જણાવ્યું હતું કે, એમના પૂર્વજે એક ભારતીય મહિલાની સાથે લગ્ન કર્યા હતા, જેમના પરિવારના લોકો હજુ ત્યાં જ રહે છે ત્યારે મુંબઈમાં બાઈડન સરનેમના કુલ 5 લોકો હતા, જેની અંગે એક પત્રકારે એમને જાણ કરી હતી ત્યારે બાઈડને હાસ્યમાં કહ્યું હતું કે, તેઓ ભારતમાં પણ ચૂંટણી લડી શકે છે.
બાઈડને બરાક ઓબામાના રાષ્ટ્રપતિ રહેલ અમેરિકાના 47માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. એમણે ચૂંટણીમાં ઓબામાને પોપ્યુલર વોટમાં રેકોર્ડ મતોથી પાછળ છોડી દીધા હતા. જો બાઈડન અમેરિકાના ઈતિહાસમાં પાંચમાં સૌથી યુવા સેનેટર હતા. જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો તેઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનશે. એમની ઉંમર 78 વર્ષની છે. જો બાઈડનનું આખું નામ જોસેફ રોબિનેટ બાઈડન જૂનિયર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle