અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયાની શરૂઆત થઇ ચુકી છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના અધ્યક્ષ નૈન્સી પલોસીએ પ્રમુખ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે જાણકારી અનુસાર મહાભિયોગની પ્રક્રિયા નિચલા ગૃહમાં પૂર્ણ થઇ જશે તો પણ તેનું રિપબ્લિકનના બહુમતવાળા સેનેટમાં પાસ થવું મુશ્કેલ છે.
અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી પર દબાણ નાખ્યું હતું કે તે ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડન અને તેમના પુત્રની વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને ફગાવી દીધા છે.
ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસીડેન્ટ પદ પરથી હટાવવા માટે ડેમોક્રેટ્સને 20 રિપબ્લિકન સાંસદોની જરૂર પડશે જે પોતાના જ પક્ષના પ્રમુખ સામે વિદ્રોહ કરે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉપ પ્રમુખ જો બાઇડન 2020 માં અમેરિકામાં શરૂ થનારી પ્રમુખપદની ચૂંટણી ટ્રમ્પને ટક્કર આપી શકે છે. મીડિયાના રીપોટ અનુસાર ટ્રમ્પે સ્વીકાર્યુ છે કે તેમણે જેલેન્સ્કી સાથે બાઇડન અંગે ચર્ચા કરી હતી પણ તેમના પર મૂકવામાં આવેલા આરોપો ખોટા છે.
અમેરિકામાં ડેમોક્રેટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવામાં આવતા અને ટ્રમ્પે ચીન સાથેના વેપાર યુદ્ધ અંગે ફરી કડક વલણ અપનાવતા આજે એશિયન શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો. ટોક્યોના શેરબજારમાં 0.4 ટકા, શાંઘાઇના શેરબજારમાં એક ટકા અને હોંગકોંગના શેરબજારમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કોરિયાના શેરબજારમાં 1.3 ટકા, તાઇવાનનું શેરબજાર 0.4 ટકા, સિંગાપોરનું બજાર 1.1 ટકા તથા મુંબઇ શેરબજારમાં 1.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુરોપના બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા હતાં.
લંડન અને ફ્રેન્કફર્ટનું શેરબજાર 0.5 ટકા ઘટાડાની સાથે અને જ્યારે પેરિસનું શેરબજાર 0.6 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીન પર ચલણના ભાવમાં કૃત્રિમ રીતે વઘઘટ કરવા, ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ચોરી કરવાના આરોપો મૂક્યા છે. જેના કારણે અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા વધી ગઇ છે. જેની અસર આજે વૈશ્વિક શેરબજારો પર જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.