ભાજપના મીડિયા સેલના કાર્યકર તરુણ બારોટને કોરોના થયો છે. જેથી પીએમ નરેન્દ્ર મોદીએ તરુણ બારોટને ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદી અને તરુણ વચ્ચે થયેલી વાતચીતની 1 મિનિટ અને 55 સેકન્ડની આ ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં PM મોદી એ ઘણા જુના કાર્યકર્તાઓને ફોન કરીને તબિયત પાણી ની પૃચ્છા કરી હોવાની વાત સામે આવી છે.
તરુણ બારોટ સાથે શરૂઆતની વાતચીતમાં પીએમ મોદી પૂછે છે કે, શું કર્યું લ્યા ત્યાર બાદ મોદી તરુણને પૂછે છે હવે કેમ છે, કાળજી રાખવાની પણ સલાહ આપે છે. તેમજ ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ કરાવવાનું પણ જણાવે છે. મોદી કહે છે આમાં પહેલવાની નથી બતાવવાની આપણે આ બીમારી એવી છે જેમાં કોઈની પહેલવાની ચાલે નહીં ભઇ.
ત્યાર બાદ મોદી તરુણ બારોટને ને પૂછે છે કે મમ્મીના શું હાલ છે જેના જવાબમાં તરુણ કહે છે કે મમ્મી અત્યારે અમેરિકામાં છે આવું સાંભળ્યા બાદ મોદી કહે છે કે અમેરિકામાં હમણાં તોફાનો ચાલે છે એટલે તેમને ગુજરાત જેવું લાગતું હશે અને મજા આવતી હશે, આવું સાંભળીને તરુણ બારોટ જાણે ચોંકી ગયા હોય તે રીતે તેમના મોઢામાંથી હેં એવા ઉદગાર નીકળી જાય છે. જોકે ત્યારબાદ તરુણ બારોટ એવું કહે છે કે ના…ના… ત્યાં તોફાનો ખાસ નથી. માત્ર ન્યૂયોર્ક બાજુ જ છે અંતે વડાપ્રધાને તરુણને કાળજી રાખવાનું કહી ફોન કટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલમાં હિંસા ચાલી રહી છે, અશ્વેતના મોત બાદ ફાટેલી હિંસા બાદ પ્રમુખ ટ્રમ્પ વિરોધી તોફાનો થઇ રહ્યા છે. જે ગુજરાતમાં 2002 માં થયેલા તોફાનો સાથે જોડીને PM મોદીએ જે વાત કરી તે કલીપ વાઈરલ થતા વિરોધપક્ષને જોઈતું મળી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news