અમેરિકાના પાતાળમાં વસેલું છે આ ‘રહસ્યમય ગામ’ -ગામની ચોંકાવનારી વાતો સાંભળી આંખો પહોળી થઇ જશે

વાત જ્યારે ગામડાની આવે ત્યારે દરેકના મનમાં કઈક અલગ જ માહોલ રચાઈ જાય છે. કારણ કે ગામડાંની પોતાની અલગ સુંદરતા હોય છે. ગામડાની હવામાં અલગ…

વાત જ્યારે ગામડાની આવે ત્યારે દરેકના મનમાં કઈક અલગ જ માહોલ રચાઈ જાય છે. કારણ કે ગામડાંની પોતાની અલગ સુંદરતા હોય છે. ગામડાની હવામાં અલગ શાંતિનો અનુભવ થાય છે, જો કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન, શહેરી જીવન સામે ટકતું નથી. કેમ કે ત્યાં શહેર જેવી સુખ સુવિધાઓ હોતી નથી. એ જ કારણ છે કે લોકો ગામડાંની સુંદરતા છોડીને શહેર તરફ ભાગે છે.

અહી આજે અમે તમને એક રહસ્યથી ભરપુર અમેરિકાના એક ગામડા વિષે વાત કરવાના છીએ. જે અમેરિકામાં આવેલું છે, હવે પાછું અમેરિકા નામ આવે ત્યારે દરેકના મનમાં અમેરિકાની વાત આવતા જ બધાના મગજમાં મોટી મોટી ઇમારતો આવે છે, ગાડીઓ, ફેશનેબલ લોકો દેખાય છે. લોકો અમેરિકા એટલે રોશની અને લાઈટોથી જગમગતો દેશ. મન આપણું ઘણા બધા વિચારોમાં ખોવાઈ જાય છે.

અહી વાત છે, જમીનથી ૩,૦૦૦ ફૂટ નીચે પાતાળમાં વસેલા એક ગામની આપ લોકો જાણતા હશો કે પુથ્વી પર શાસ્ત્રોમાં પાતાળલોક અને સ્વર્ગલોકનો ઉલેખ્ખ ઘણીવાર થયો છે. આ બે વિશ્વોમાંથી, સ્વર્ગ આકાશમાં હોવાનું માનવામાં આવે છે અને પાતાળ જમીનમાં હોવાનું માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે જગ્યાઓ વિષે આજ સુધી જાણી શકાઈ નથી.

અમેરિકાના ગ્રાન્ડ કેન્યોન, હવાસુ કેન્યોનનું સુપાઈ ગામ. આ ગામ જમીનથી ત્રણ હજાર ફૂટ નીચે આવેલું છે. અહિયાં ગ્રાન્ડ કેન્યોન નામની ખીણ અમેરિકામાં ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે લગભગ 55 લાખ લોકો ખાસ કરીને એરિઝોના ફરવા આવે છે. આની નજીક હવાસુ કેન્યોન પાસે એક ઊંડી ખાડીમાં આવેલું ગામ છે. ગામનું નામ સુપાઈ છે પણ તે નીચે હોવાથી અંડરગ્રાઉન્ડ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીના ગામલોકોનો અલગ રીવાજ અલગ પ્રથા અને અલગ નીતિ નિયમો પણ છે, જેમ કે ગ્રામજનોના પોતાના રિવાજો છે. અહીં ફરવા માટે કોઈ ટેક્સી કે કાર ઉપલબ્ધ નથી. ગામમાં પહોંચવા કે ફરવા માટે પગપાળા કે ખચ્ચર પર જવું પડે છે. આ સાથે 1-2 વિમાનો અહીં આવે છે જે આ ગામને નજીકના હાઈવે સાથે જોડવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *