હલના સમયમાં આખા વિશ્વમાં ‘USB કોન્ડમ’ નામનું ડિવાઈસ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે. સાથે-સાથે તેમની માંગ પણ ખુબ વધી રહી છે. અચાનક જ આ ડિવાઈસની ડિમાન્ડ વધવાનું કારણ એ નથી કે આ ડિવાઈસ કોઈની પર્સનલ લાઈફની જાસૂસી કરે છે. પરંતુ આ ડિવાઈસની ડિમાન્ડ વધવાનું કારણ છે કે હવે પબ્લિક યુએસબી પોર્ટ્સ અને ચાર્જર્સની જરુરિયાતના કારણે આ ખૂબ જ કામના સાબિત થઈ રહ્યાં છે. ‘USB કોન્ડમ’ અથવા ‘USB ડેટા બ્લોકર’ એક સિમ્પલ ડિવાઈસ છે. જે કોઈપણ સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા તો ઈલેકટ્રોનિક ડિવાઈસને ડેટા ટ્રાન્સફર થવાથી રોકે છે અને માત્ર અને માત્ર ચાર્જિંગ માટે ઈલેક્ટ્રિસિટી બેટરી સુધી જ સીમિત રાખે છે.
ફક્ત 500 રુપિયામાં મળે છે આ ડિવાઈસ
ખૂબ જ સાદું લાગતું અને આકારમાં પણ ખુબ નાનું લાગતું આ ડિવાઈસ 500 રુપિયાની કિંમતમાં ઓનલાઈન પણ ખરીદી શકાય છે. જેમાંથી સૌથી ફેમસ ‘USB કોન્ડમ’ PortaPow USB ડેટા બ્લોકર છે. જેને સરળતાથી કોઈપણ યુએસબી ડેટા કેબલથી કનેક્ટ કરી શકાય છે. જે પછી પબ્લિક યુએસબી ચાર્જિંગ સ્ટેશનથી ડિવાઈસને કનેક્ટ કરશે તો કેબલની મદદથી ડેટા ટ્રાન્સફર નહીં કરી શકાય અને ડિવાઈસ ચાર્જ થઈ શકે છે. સરળતાથી શબ્દોમાં સમજીએ તો આ ડિવાઈસ યુએસબી કેબલને સિમ્પલ ચાર્જિંગ કેબલમાં બદલી દે છે. જેથી ડેટા ટ્રાન્સફર કરી શકાતો નથી.
હાલમાં જ વધેલા USB ચાર્જિંગ સ્કેમ ‘Juice Jacking’ની ઘટનાઓ પણ ઝડપથી વધ્યા પછી આ ‘USB કોન્ડમ’ હવે જરુરી એક્સેસરીઝ બની ચૂક્યા છે. જેથી ડેટા સેફ રાખી શકાય. એટેકર્સ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સની મદદથી અનેક યૂઝર્સને નિશાન બનાવી ચૂક્યા છે. આ હેકર્સ સરળતાથી ડિવાઈસમાં મેલવેર ઈન્સ્ટોલ કરી દે છે. યૂઝર્સ જ્યારે પણ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં યુએસબી કેબલની મદદથી ડિવાઈસ ચાર્જિંગમાં લગાવે છે ત્યારે તેમના ફોનમાં આ રેન્સમવેર ઈન્સ્ટોલ થઈ જાય છે અને યૂઝર્સનો પર્સનલ ડેટા, પાસવર્ડ્સ ચોરી કરી શકાય છે.
સ્કેમર્સ ઘણી પોતાના યૂ.એસ.બી. કેબલ પણ ચાર્જિંગ સ્ટેશન પર લગાવીને છોડી દે છે અને અન્ય યૂઝર ડાઈરેક્ટ પોતાની ડિવાઈસમાં કેબલ લગાવી લે છે. તો, કેટલાક એટેક્સમાં યૂઝર્સની ડિવાઈસ લોક થઈ જાય છે અને સ્કેમર તેમને અનલોક કરવાની મદદના બદલે રુપિયા માગે છે. આ કારણોથી જ યુએસબી ડેટા બ્લોકર અથવા તો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ‘USB કોન્ડમ’ તમારી પાસે હોવું જરુરી છે કારણકે એવા કોઈપણ કેબલ અથવા તો ચાર્જિંગ સ્પેસનો ઉપયોગ કરવો તમારા માટે મુશ્કેલીભર્યું હોય શકે છે. આ જ કારણોસર નાનું પરંતુ ખૂબ જ કામનું આ ડિવાઈસ ટ્રાવેલર્સની પણ જરુરિયાત બની ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.