સુરતમાં ક્રીપ્ટો ના USDT પેમેન્ટના નામે ચીટીંગ કરનારા જય ડોડિયા અને રાહુલ ચૌહાણ પોલીસના પાંજરે પુરાયા

સુરત શહેરમાં આવેલા પુણા ગામમાં એક યુવક પાસેથી યુએસડીટી ટ્રાન્સફર કરાવી 43.52 લાખની ઠગાઈ કરી હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ સુરત પોલીસના સાયબર ક્રાઈમ (Surat Cyber crime Police) પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુણાગામમાં આવેલા સરદાર કોમ્પલેક્ષમાં રહેતા ધવલભાઈ જ્યસુખ વીકાણી ફાસ્ટફુડની સાથે સાથે શેરબજાર અને કરન્સી માર્કેટનો વેપાર કરે છે. ધવલ વીકાણીના કાકા સસરા અડાજણની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. ત્યાં જય નામનો એક શખ્સ આંગડિયા માટે આવતો હતો અને ત્યારે ઓળખાણ થઈ હતી.

વેપારીના કાકા સસરાને યુએસડીટી ટ્રાન્સફર કરાવવાની વાત જયે કરી હતી. ત્યાર બાદ જયને ધવલ વીકાણીનો નંબર કાકા સસરાએ આપી દીધો હતો. ત્યાર બાદ 20 ફેબુઆરીએ વેપારીને કોલ કર્યો અને પોતાની ઓળખ જય ડોડિયા (Jay Dodiya) તરીકે આપી હતી.

પહેલા તો ધવલ વીકાણીએ યુએસડીટી ટ્રાન્સફર કરવાની ના કહી દીધી હતી અને રૂબરૂ આવવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ જયે કહ્યું કે, આંગડિયા પેઢીમાં કામ કરતા કાકા સસરા આ પહેલા એક પાનનો ગલ્લો ચલાવતા હતા અને હું તેમને ખુબજ સારી રીતે ઓળખું છું આવું કહીને વેપારી સાથે કાકા સસરાની વાત કરાવી હતી. આ વાતચીત થયા બાદ વેપારીને તેના પર વિશ્વાસ અવી ગયો હતો. યુએસડીટી ટ્રાન્સફર કરતાં રૂપિયા રાંદેર ખાતે મળી જવાનું ગઠિયાએ જણાવતા વેપારીએ 50 હજાર USDT ટ્રાન્સફર કરી દીધા હતા.

ધવલ વીકાણીએ તેના કાકા સસરાનો કોન્ટેક્ટ કર્યો હતો. કાકા સસરાએ કોલ કરતા સામેથી જયનો મિત્ર રાહુલ ચૌહાણ હોવાનું જણાવ્યું અને યુએસડીટી માટે પોતે જવાબદાર હોવાનું જણાવી સુરત આવી રૂપિયા આપી જવાનું કહ્યું હતું. આમ લાખોની રકમ ન આપી બન્ને ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે બે ઠગ બાજો ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *