લગ્નની ઋતુ ચાલુ થઇ છે. કોવિડ-19ને લીધે આ વખતે બધી તૈયારીઓની ચમક ફીક્કી પડે છે પણ દુલ્હનનું સુંદર દેખાવું ખુબ જ જરૂરી છે. કોરોનાને લીધે તમે પાર્લરથી સ્કિન ટ્રીટમેન્ટ કરાવવામાં મૂંઝવણ અનુભવો છો તો તમે ઘરેલૂ બ્રાઇડલ ફેસપેકથી પણ ચમકતી સ્કીન મેળવી શકો છો.
જો તમે ખીલ કે કરચલીઓ જેવી સ્કીન સંબંધિત મુશ્કેલીઓથી પરેશાન છો તો હવે પછી તમારે પાર્લર જવાની કોઇ જરૂરત રહેતી નથી. જાણો, ઘણા ઘરેલૂ ફેસપેક અંગે જે તમારી સ્કિનને સુંદર, સ્વસ્થ તેમજ ચમકદાર બનાવશે.
બજારનાં ફેસપેક ઘણા પ્રકારનાં હાનિકારક કેમિકલ યુક્ત હોય છે. અમુક સમય માટે ભલે આપણને લાભદાયક લાગે પણ એ પછી સ્કિન પર એની ખરાબ અસર પડે છે. જો યોગ્ય રીતે ઘરેલુ નુસ્ખાને અપનાવવામાં આવે તો ખીલ તેમજ કરચલીઓની મુશ્કેલીથી છૂટકારો મેળવાય છે.
મુલ્તાની માટી તેમજ ગુલાબ જળ…
બે ચમચી જેટલી મુલ્તાની માટી, 1 ચમચી દહીં તેમજ 2-3 ટીપાં ગુલાબ જળને સારી રીતે ભેળવી લો. આ પેસ્ટને મોઢા પર લગાઓ. અંદાજે 10 મિનિટ લગાવી રાખ્યા પછી ઠંડાં પાણી વડે ધોઇ નાંખો. આ પેક સપ્તાહમાં 3 વખત લગાઓ. એમાંથી મળતાં એન્ટી-માઇક્રોબિયલ, એન્ટી-ઑક્સિડેન્ટ, મિનરલ તેમજ વિટામિન સ્કીનનાં તેલને કાબુ કરીને નમી પ્રદાન કરવામાં આવે છે.
લીમડાના પાંદડાંઓની પેસ્ટ
લીમડાના પાંદડાં સ્કીન માટે એન્ટીસેપ્ટિક દવા તરીકેનું કામ કરે છે. આ ફેસપેક માટે તમે 8 થી 10 લીમડાનાં પાંદડાંઓની પેસ્ટ બનાવો. એમાં 4 ચપટી જેટલી હળદરનો પાઉડર ભેળવીને આ પેસ્ટને સ્કીન પર લગાઓ. જ્યારે આ લેપ સુકાઇ જાય તે સમયે મોઢાને ઠંડાં પાણી વડે ધોઇ નાંખો. ત્યાર બાદ ચહેરાને રૂમાલ વડે હળવા હાથેથી સાફ કરી લો.
ચોખાનો લોટ
મોઢાનાં દાગ-ધબ્બા તેમજ કરચલીઓ વગેરેથી છૂટકારો મેળવવા ચોખાનો લોટ બેસ્ટ સ્ક્રબ છે. એક કપ જેટલા ચોખાનાં લોટમાં દૂધ ભેળવીને એની પેસ્ટ બનાવી લો. તેને હળવા હાથ વડે ચહેરા, ગળા તેમજ હાથ પર તેનાંથી સ્ક્રબ કરો. એ પછી તેનાં લેપને લગાવીને 10 મિનિટ સમય સુધી સુકાવવા દો. એ પછી તેને હળવા હાથ વડે મસાજ કરીને સાફ કરી લો.
સપ્તાહમાં એક વખત આ પેક લગાઓ. જેનાંથી તમારી સ્કીનની મૃત કોશિકાઓ ખત્મ થશે તેમજ તમારી સ્કીન ચમકી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle