આજકાલ દેશમાં અકસ્માતના કિસ્સા વધતા જાય છે. જેના કારણે કેટલાક લોકોના જીવ જાય છે. લખનૌ-દિલ્હી હાઈવે(Lucknow-Delhi Highway) પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના રામપુર(Rampur) જિલ્લાની છે. મુસાફરોથી ભરેલી ડબલ ડેકર બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને હેલ્પર સહિત છ લોકોના મોત થયા છે. જ્યારે 44 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વહીવટીતંત્ર, અધિક પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.
પોલીસકર્મીઓએ બસમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. જે બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના કોસી બ્રિજથી મંસુરપુર બાયપાસ પર રાત્રે 11.30 થી 12.00 વાગ્યાની વચ્ચે આ અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી ડબલ ડેકર બસ શાહજહાંપુરથી દિલ્હી જઈ રહી હતી. જ્યારે દિલ્હી તરફથી એક ટ્રક બરેલી તરફ જઈ રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, બસ ઓવરટેક કરી રહી હતી ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ હાઇવેની બંને તરફ વાહનોની કતારો લાગી ગઇ હતી. જાણ થતાં સિવિલ લાઇન્સ પોલીસ પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. થોડી વાર પછી એમ્બ્યુલન્સ પણ આવી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડમિનિસ્ટ્રેશન લલતા પ્રસાદ શાક્ય, અધિક પોલીસ અધિક્ષક ડૉ. સંસાર સિંહ, સીઓ સિટી અનુજ કુમાર ચૌધરી, સિટી મેજિસ્ટ્રેટ નિરંકાર સિંહ અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને 50 ઘાયલ મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા. ડૉક્ટરોએ બસના ડ્રાઈવર સહીત છ લોકોને મૃત ઘોષિત કર્યા. જ્યારે 44 મુસાફરો ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માત અંગે મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને જાણ કરી હતી. આ પછી પોલીસે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.