‘ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થશે..!’ કરણજીત ભાટીએ ગંગોત્રીમાં અભિષેક કરતો વીડિયો સ્ટેટસમાં મૂક્યો અને પળવારમાં જ આંબી ગયું મોત

Published on Trishul News at 6:12 PM, Mon, 21 August 2023

Last modified on August 21st, 2023 at 6:15 PM

Uttarakhand Accident: હાલ આખા દેશભરમાં ઉતરાખંડમાં થયેલા અકસ્માતની ચર્ચા ચાલી રહી છે ઉત્તરાખંડમાં થયેલા અકસ્માત(Uttarakhand Accident)માં ભાવનગરના સાત શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઇવે પર ગંગોત્રી યાત્રાધામ થી પાછી ફરતી વખતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો ગંગના નજીક 100 મીટર ઊંડી ખાણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાપકી ગઈ હતી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળાળો થી ભરેલી બસ ખીણમાં ખાપકી ગઈ હતી આ દુર્ઘટનામાં સાત લોકોના મોત નીપજયા છે. જ્યારે આખા મામલે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે ઉત્તરાખંડના સીએમ પુષ્કરધામીએ આ દુર્ઘટના પર પોતાનો દુઃખ વ્યક્ત કર્યુ છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટનાના અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ છે. ગુજરાત સરકારે હેલ્પ લાઈન નંબર 079 2351900 જાહેર કર્યો છે ગુજરાત સરકાર સતત ઉતરાખંડ સરકારના સંપર્કમાં રહી છે.

ઉતરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા માંથી સૌથી નાની ઉંમરના કરણજીત ભાટી છે તેમનો 29 વર્ષે બસ અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના ત્રણ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 19 વર્ષીય કરણજીત ભાટી બે પુત્રી અને એક પુત્રના પિતા છે કરણજીત ભાટીના અવસાનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે પોતાના પતિનું અકસ્માતમાં મોત થતા પત્ની આઘાતમાં સરી પડી છે હાલ પરિવારના લોકો વૃદ્ધે લેવા દેહરાદુન જવા રવાના થઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર, બસ નંબર(uk 07 8585) 35 યાત્રીઓની લઈ ગંગોત્રી થી ઉત્તર કાશી તરફ જઈ રહી હતી આ બસ તે દરમિયાન બસ ચાલકે સ્ટેરીંગ પર પોતાનો કાબો ગુમાવતા બસ ખીણમાં ખાપકી ગઈ હતી દુર્ઘટનાની જાણ થતા જ મનેરી પોલીસ સ્ટેશન,NDRF અને SDRF ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી થોડીવારમાં ડીએમ અભિષેક રૂહેલે અને એસીપી અર્પણ યદુવંશી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મોદી સાંજ સુધી ચાલેલા આર એસ કે ઓપરેશનમાં 28,000 રસ્તો ને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિટલ માટે લઈ જવામાં આવ્યા છે.

એસીપી અર્પણ યદુવંશી જણાવ્યું છે કે બસમાં શ્રદ્ધાળુ અને ડ્રાઇવર અને હેલ્પર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના મૃત્યુ થયા છે મૃતકમાં ગણપત રાય મહેતા દક્ષાબેન મહેતા મીનાબે,ન ઉપાધ્યા રાજેશ મેર ગીગાભાઈ ભમર અનિરુદ્ધ જોશી અને કરણજીત ભારી સામેલ થયા છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલા બસ આ ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓને જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઇન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યો છે ઉતરાખંડમાં સર્જાયેલી આ દુર્ઘટના બાબતે રાજ્યના રાહત કમિશનર આલોક પંડ્યા વિગતો આપતા જણાવ્યું છે કે દુર્ઘટનામાં સાત ગુજરાતીઓના મોત નીપજ્યા છે.

Be the first to comment on "‘ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થશે..!’ કરણજીત ભાટીએ ગંગોત્રીમાં અભિષેક કરતો વીડિયો સ્ટેટસમાં મૂક્યો અને પળવારમાં જ આંબી ગયું મોત"

Leave a comment

Your email address will not be published.


*