ગુજરાત(Gujarat): રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ના જન્મદિવસ પર ગઈકાલે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેક જગ્યાએ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉત્તરાયણ(Uttarayana) પર્વને લઈ ચાઈનીઝ દોરા(Chinese thread) સામેની પોલીસની ઝુંબેશ વિશે મોટું અને મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં હાલ ઉત્તરાયણના તહેવારને લઈ ચાઈનીઝ દોરીના વેચાણ પર ગુજરાત પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેના પર હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉત્તરાયણ પર્વમાં સૌકોઈ લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લેવો જોઈએ. આખું આકાશ જુદા જુદા રંગની પતંગથી ભરાઈ જવું જોઈએ.
વધુમાં તેમણે ઉત્સાહ ઉમંગના આ તહેવારમાં સૌકોઈ લોકોએ એકબીજા વ્યક્તિને આનંદ આપવો જોઈએ, પરંતુ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને કોઈનો પણ જીવ જોખમમાં મુકાય તેવું ન કરવું જોઈએ. ઉમેરતા કહ્યું હતું કે, ઉત્તરાયણમાં પેચ ભાઈબંધીમાં હોવા જોઈએ. કોઈનું ગળું કપાય કે કોઈનો જીવ જાય એવા શોખ ન કરવાજોઈએ. જેને કારણે ગુજરાત પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનાર સામે ઝુંબેશ ઉપાડવામાં આવી રહી છે.
છેલ્લા ત્રણ દિવસથી ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચાઈનીઝ દોરી વેચનાર લોકોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે તમામ ગુજરાતનાં પ્રજાજનોને અપીલ કરતાં કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં એવું કોઈ કામ ન કરો, જેનાથી કોઈનો પરિવાર વિખાઈ જાય. ચાઈનીઝ દોરીને કારણે કોઈના ભાઈ, કોઈના પિતા કે કોઈના ઘરના મોભીનું મૃત્યુ ન થાય તેનું પણ આપણે સૌએ ખ્યાલ રાખવો જોઈએ.
सबके साथ और सहकार से खुशियों का संचार हो रहा है।
Attended a wonderful Haat Bazaar organised by Sahhiyar group & DDC group, interacted with the sisters who have put up different stalls. pic.twitter.com/QMq8F5O1AP
— Harsh Sanghavi (@sanghaviharsh) January 8, 2023
આપત્તિ સમયે હરહંમેશ પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહેતાં અને કોરોના સમયે રાત દિવસ જોયાં વગર શહેરીજનોની અદ્ભૂત સેવા કરી લોકો વચ્ચે એક અનોખી છાપ ઉભી કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ ગઈકાલે ધરમપેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Blessed beyond words to receive such amazing and heart touching birthday wishes from these specially abled kids. #Vadodara
They are our stars, may their shine remain intact 🙏🏼 pic.twitter.com/nkUf5CpDCv
— Harsh Sanghavi (@sanghaviharsh) January 8, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે અંધજન મંડળના બાળકો દ્વારા પણ અનોખી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા ગીત ગાઈને હર્ષ સંઘવીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.