સુરત(ગુજરાત): સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરીમાં આગળ છે. અત્યારસુધી 98.28 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના જન્મદિવસે યોજાયેલા વેક્સિનેશન(Vaccination)ના મહા અભિયાનમાં પણ સુરત કોર્પોરેશન(Surat Corporation)ની કામગીરી નોધપાત્ર હતી. પરંતુ એ કઈ નવી વાત નથી કે, વેક્સીન લીધા વિના જ સર્ટિફિકેટ(Certificate) મળે છે. આવી અનેક ફરિયાદો સુરત મનપાના આરોગ્ય વિભાગ(Manpana Health Department) પાસે પણ આવી છે. ત્યારે 5 મહિના પહેલા કોરોનામાં મૃત્યુ પામેલ 88 વર્ષના વૃદ્ધાને વેક્સિન લીધી હોવાનો મોબાઈલમાં મેસેજ અને સર્ટી ડાઉનલોડ થતા પરિવાર ચોકી ઉઠ્યું હતું.
જાણવા મળ્યું છે કે, 5 મહિના પહેલા શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા સાંઈ વાની નામની મહિલાના સાસુ કસ્તુરબા વાનીનું જ કોરોનાનો પહેલો ડોઝ લીધા પછી ચાર જ દિવસમાં મૃત્યુ થયું હતું. જોકે 5 મહિના પછી મૃત સાસુને વેક્સિનનો બીજો ડોઝ મળવાનો મેસેજ આવતા જ પરિવાર ચોકી ગયું હતું. બીજા ડોઝ માટે કોર્પોરેશનના ફોન આવતા તેઓએ સાસુનું મૃત્યુ થઇ ચૂક્યું હોવાનું જણાવ્યું હતું.
સાંઈ વાનીએ જણાવ્યું હતું કે, આટલી બેદરકારી કોર્પોરેશનની કઈ રીતે શક્ય છે. મૃત વ્યક્તિ વિષે જાણ હોવા છતાં પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયાનો મેસેજ કેવી રીતે કરી શકે. કોર્પોરેશન દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલો સામે આવી તે નિંદનીય બાબત છે.
આવી જ એક અન્ય બનાવમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવક કે જેણે હજી વેક્સિન લીધી નથી. તેના મોબાઈલ નંબર પર જમ્મુ કાશ્મીરની એક યુવતીએ વેક્સિન લઇ લીધો હોવાનો મેસેજ આવતા જ તે પણ ચોકી ગયો હતો. તેના જણાવ્યા અનુસાર, તે હજુ ડિસેમ્બર મહિનામાં વેક્સિન લેવા માટે સક્ષમ થાય છે. પણ હવે કોઈએ તેના મોબાઈલ નંબર વાપરીને વેક્સિન લઇ લીધી છે. જેથી હવે તેને વેક્સિન મળશે કે નહીં તે એક મોટો સવાલ ઉભો થાય છે. જોકે ઓટીપી વગર આ શક્ય કેવી રીતે બન્યું તે પણ એક વિચારવાનો વિષય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.