કોરોના ને કારણે લોકડાઉન વચ્ચે પણ નરાધમો સુધરવાનું નામ ન લેતા હોય તેવી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા. 18 એપ્રિલના રોજ રોજ સવારે પીડિતા 13 વર્ષીય કિશોરી કુદરતી હાજતે ગઇ હતી. તે દરમિયાન રાજપીપળામાં વડીયા ગામનો આરોપી જગદીશ વસાવા ઉર્ફે જીગાએ ફરિયાદી કિશોરીનો પીછો કરી નજીકમાં પકડી પાડી હતી.
પીડિતા મદદ માટે બુમ પાડે તે પહેલા આરોપી જગદીશ વસાવા દ્વારા પોતાના હાથ કિશોરીના ગળા સુધી નાખી કિશોરીને ઢસડીને નજીકમાં આવેલા અશોકભાઇ ગોપાલભાઇ વસાવાના ખેતર નજીક ઢસડી જઇ ઝાડીમાં મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતું. દુષ્કર્મનો બોગ બેનલી કિશોરીની ફરિયાદ મુજબ જગદીશ વસાવા(ઉર્ફે જીગો) વિરૃદ્ધ રાજપીપળા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી જગદીશ વસાવાની અટકાયત કરી હતી.
આરોપીને ઘટના બન્યાના માત્ર ૧૦ કલાકમાં પકડી પાડવામાં આવ્યો હતો અને બાળકીનું કાઉન્સેલિંગ કરાયું હતું. અને ઘટના દરમ્યાન પહેરલા કપડા સહિતના પુરાવાઓ એકત્ર કરીને આગળની તપાસ રાજપીપળા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર આર.એન. રાઠવા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news