ગુજરાતીઓ સાવચેત રહેજો! રાજ્યમાં આ જગ્યાએ નોંધાયો ઓમિક્રોનનો પાંચમો કેસ

ગુજરાત(Gujarat): આજે રાજ્યમાં ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટનો 5 મો કેસ સામે આવ્યો છે. જેને લઈને હવે ગુજરાતીઓની ચિંતામાં વધારો થયો છે. વડનગર(Vadnagar)ની એક આશા વર્કર મહિલાનો ઓમિક્રોન રીપોર્ટ પોઝિટિવ આવતાં હવે ગુજરાતમાં કુલ પાંચ કેસ ઓમીક્રોનનાં થઈ ગયા છે.

ઝિમ્બાબ્વેથી આવેલા યાત્રીના સંપર્કમાં આવી હતી આ મહિલા:
આ આશા વર્કર મહિલા કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન જાણકારી સામે આવી હતી જેમાં તેનો ટેસ્ટ કરવામાં આવતા ઓમીક્રોન પોઝિટિવ આવ્યો હતો. ઝીમ્બાબ્વેનાં આ મુસાફરનાં સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

ઓમિક્રોન મળી આવતા વધુ 10 વ્યક્તિના ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવ્યા હતા:
આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હવે દોડતું થઈ ગયું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની ઝડપમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે આ દરમિયાન બીજા 10 વ્યક્તિના ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેના રિઝલ્ટ પરથી જ જાણવા મળશે કે હવે ગુજરાતમાં કેટલી ઝડપે ઓમીક્રોન ફેલાવાનો છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.

જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *