હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ આજે સમગ્ર દેશમાં આજના દિવસે PM નરેન્દ્ર મોદીનો જન્મદિન ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. PM નરેન્દ્ર મોદી આજે કુલ 7 દાયકાની સફર પૂર્ણ કરીને 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આવા સમયે હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
PM મોદીના વતન વડનગરમાં આવેલ રેલવે સ્ટેશન પર એક ચાની દુકાન પર્યટકોની વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે. આ ચા ની દુકાન સામાન્ય નથી. આ દુકાનની મુલાકાત લેવા માટે દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યાં છે. હા, કારણ કે આ ચાની દુકાનનો સંબંધ છે વિશ્વનાં સૌથી મોટા લોકતંત્રનાં લોકપ્રિય તેમજ લાડલા નેતા PM નરેન્દ્ર મોદીની સાથે. તો આવો આજે અમે PM મોદીનાં જન્મદિને એની વિશે જણાવીએ…
આપને જણાવી દઈએ કે, વડનગરમાં આવેલ રેલવે સ્ટેશન પર સ્થિત આ ચાની દુકાન પર બાળપણમાં PM મોદી એમના પિતા દામોદાર મોદીને ચા વેચવા માટે મદદ કરતાં હતાં. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ ચાની દુકાનની મુલાકાત લીધેલી છે તેમજ સતત આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, હવે મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થતાં તેમજ સ્થાનની લોકપ્રિયતામાં વધારો થતા અમદાવાદનાં અંબાજી મંદિર બાજુ જતા સમયે વચ્ચે આવનાર વડનગર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.
લાકડાની બનેલ આ દુકાનને એના મૂળ સ્વરુપે જ રાખવા માટે હવે એના ફરતે કાચનું કવર બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન વિભાગ આ સ્થળને એક ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવાં માંગે છે. વડનગર રેલ્વે સ્ટેશનને વિકસિત કરવાં માટે કુલ 8 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે.
ટૂંક જ સમયમાં વડનગર તથા ઉંઝાની વચ્ચે ટ્રેનની સેવાની શરૂઆત કરી દેવામાં આવશે. આની ઉપરાંત પ્રવાસીઓ હાટકેશ્વર મહાદેવ મંદિર પર જાય છે. જ્યાં PM મોદી ઘણીવાર પૂજા કરવાં માટે જતા હોય છે. જેને કારણે ત્યાંની સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en