વડોદરા(Vadodara): શહેરમાં રહેતા જેટ્ટી પરિવારમાં માતમ છવાય ગયો છે.જો વાત કરવામાં આવે તો મધ્યમ વર્ગીય માતા-પિતાએ પેટે પાટા બાંધીને તેના દીકરાને ભાસ્કરને બેંગ્લુરુ અભ્યાસ માટે મોકલ્યો હતો અને ભાસ્કરે પોતાની મહેનતથી લંડનમાં નોકરી પણ મેળવી લીધી હતી. ગઈકાલે એટલે કે તારીખ 30-04-2023ના રોજ તે બેંગ્લુરુથી વડોદરા આવવાનો હતો અને પોતાના પરિવાર સાથે મુલાકાત કરીને લંડનમાં નોકરી પર હાજર થવાનો હતો પણ ખુશીઓ ભાસ્કરને મળે એ પૂર્વે જ તેનું મોત થય ગયું હતું.
જો વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર, બેંગ્લુરુની એ સાંજે તે કોલેજની ફેરવેલમાં પાર્ટી માણવા માટે ગયો હતો અને એ પાર્ટી ભાસ્કરની જિંદગીની અંતિમ પાર્ટી બની ગઈ હતી, પાર્ટી પૂરી થવાના એક કલાક અગાઉ જ ભાસ્કરની હત્યા થઇ હતી. પરિવાર દ્વારા ભારે હૈયે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ભાસ્કરના સૂર્યાસ્ત સાથે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરાના વારસીયા લોકમાન્ય સોસાયટી નજીક, વજ્ર મુષ્ઠી અખાડા ખાતેનો રહેવાસી ભાસ્કર જેટ્ટી પરિવારનો હોનહાર પુત્ર હતો. ભાસ્કરએ ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ વડોદરાની જીવન સાધના હાઇસ્કૂલમાં કર્યો હતો. ત્યાર પછી ભાસ્કર બેંગ્લોર મામાના ઘરે રહીને અભ્યાસ કરી રહ્યો હતો. ધોરણ-10માં 77 % લાવ્યો હતો. ત્યારબાદ ભાસ્કરએ તેણે મિકેનિકલ એન્જિનીયરીંગમાં ડિપ્લોમા કર્યું હતું અને ત્યારબાદ તે બેંગ્લુરુની રેવા એન્જિનીયરીંગ કોલેજમાં ડીગ્રી કરી રહ્યો હતો.
મહત્વનું છે કે, ભાસ્કરનો મિકેનીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. કોલેજમાં શુક્રવારના રોજ રાખવામાં આવેલ ફેરવેલ પાર્ટી કોલેજમાં રહેવાની આ છેલ્લી ક્ષણો સાબિત થઇ હતી. જેને કારણે ભાસ્કર પણ મિત્રો સાથે કોલેજનો છેલ્લો દિવસ મનાવવા ખુબ જ ઉત્સાહી હતો. જે દિવસ દરમિયાન ફેરવેલ પાર્ટી હતી તે દિવસે બેંગલોરમાં તેના એક સ્વજનનું નિધન થયું હતું. જેથી ભાસ્કરને ત્યાં જવાનું હતું. મામાએ ભાસ્કરને સાથે આવવા માટે કહ્યું હતું. પરંતુ ભાસ્કર કોલેજમાં ફેરવેલ પાર્ટી હોવાને કારણે ગયો ન હતો અને કોલેજમાં રાખવામાં આવેલી ફેરવેલ પાર્ટીમાં ગયો હતો. જ્યાં એક હજાર વિદ્યાર્થીઓ વચ્ચે તેને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારની રાત્રે ઘટના બની અને ભાસ્કરના અણધાર્યા મોતથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો હતો. અચાનક જ મોતના સમાચાર મળતા જ પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.