કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના મહાનગર અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે.
ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે આજરોજ આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.
વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે દર્દીઓની લાચારીના દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળે છે. ત્યારે એક દર્દીના પરિવારજનો હોસ્પીટલની બહાર રડી રહ્યા છે, પરંતુ તંત્રની આખ આડો પાટો બાંધેલ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે જ વડોદરા શહેરમાં એક માસુમ દીકરી પોતાના પપ્પાને સારવાર અપાવવા માટે ભાજપના મહિલા સાંસદ સામે રડી રહી હતી.
વડોદરાની સયાજી હોસ્પીટલમાં એક દર્દીઓના પરિવારજનોએ ભારે બબાલ કરી હતી. પોતાના પપ્પાને સારવાર ન મળતા માસુમ દીકરી વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સામે લાચાર બનીને રડી પડી હતી. ત્યારે પુત્રીએ ભાજપ સાંસદ રંજન ભટ્ટ સામે હાથ ફેલાવતા કહ્યું કે, ‘મારા પિતા જ જીવતા નહિ રહે તો હું જીવીને શું કરીશ’. સયાજી હોસ્પીટલમાં દાખલ દર્દીઓ ક્યાં વોર્ડ માં સારવાર લઇ રહ્યા છે તેનાથી પરિવારજનો દર્દીને શોધવા સ્વજનો આમતેમ ભટકી રહ્યા છે. આ હોસ્પીટલમાં દર્દીઓની નજીક કલાકો સુધી મૃતદેહો રાખવામાં આવી રહ્યા છે તેઓ આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
બીમાર પિતાની પુત્રી નિકિતા પટેલે સાંસદ રંજન ભટ્ટને કહ્યું કે, અમે પરિવાર સાથે માંજલપુરમાં રહીએ છીએ. મારા પપ્પા હર્ષદભાઈ પટેલ થોડા દિવસો પહેલા કોરોના પોઝીટીવ આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ખાનગી હોસ્પીટલમાં અમારા દ્વારા ખુબ તપાસ કરવામાં આવી પરંતુ અમને બેડ મળ્યા ન હતા અને અંતે છેવટે 108 ની મદદ લઈને અહિયાં આવ્યા છીએ.
સયાજી હોસ્પીટલમાં 22 એપ્રિલના રોજ મારા પપ્પાને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે પણ તેમનું ઓક્સીજન લેવલ સત્તત ડાઉન બતાડે છે. મારા પિતાને અલગ જ અન્ય વોર્ડમાં મૂકી દીધા છે એ પણ અમને જણાવતા નથી. અમે અહિયાં ક્યારના તેમને ગોતવા માટે ટળવળી રહ્યા છીએ પરંતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા મારા બીમાર પિતાને ક્યાં વોર્ડમાં રાખવામાં આવ્યા એ જણાવતા નથી.
નિકિતા પટેલના આવા ગંભીર શબ્દો સાંભળીને પણ બાજપ સાંસદ રંજન ભટ્ટનું દિલ પીગળ્યું નહિ. તેમને આ માસુમ દીકરીની વ્યથા સાભળીને પોતાના મોઢામાંથી એક પણ શબ્દ ઉચાર્યો નહિ. જે ખુબ જ નિંદનીય બાબત કહી શકાય. કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.