વિડીયો / સંસ્કારી નગરી વડોદરામાં યુવતીનો યુવક પર જીવલેણ હુમલો, ઝીંકી દીધા છરીના ઘા- જાણો શું છે સમગ્ર ઘટના

વડોદરા(Vadodara): પ્રેમને પામવા માટે લોકો તમામ હદ વટાવી દે છે તે પ્રકારનો કિસ્સો સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યાં એક યુવતીએ વિદેશ જઈ રહેલા પ્રેમીનો મોબાઈલ નંબર અને સરનામું જાણવા માટે પ્રેમી અને પ્રેમીકાના ફ્રેન્ડને છરીના ઘા મારી ઘાતકી હુમલો(Attack) કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા કરણસિંહ રાજપુતે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, કરણસિંહ આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં કપડાનો ધંધો કરે છે. તે વર્ષ 2006માં નિકુંજ રાજપુતના કોન્ટેક્ટમાં આવ્યો હતો. નિકુંજ તેની બાજુમાં જ રહેતો હોવાને કારણે તેઓ અવાર-નવાર મળતાં હતા.

મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો કરણસિંહને છેલ્લા ત્રણ વર્ષથી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મોનિકા નામની યુવતી સાથે મિત્રતા થતા તેઓ અવાર-નવાર દુકાને મળતા હતા. કરણસિંહએ નિકુંજના જન્મદિવસે મોનિકા સાથે નિકુંજનો પરિચય કરતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને ત્યારપછી બંને પ્રેમ સંબંધમાં બંધાય ગયા હતા.

જો વાત કરવામાં આવે તો નિકુંજ રાજપુત સાત મહિના પહેલા પ્રેમીકા મોનિકા અને મિત્ર કરણસિંહને જાણ કર્યા વગર વિદશ જતો રહ્યો હતો. જેને કારણે મોનિકા કરણસિંહ પાસે નિકુંજનો નંબર માગતી હતી. પરંતુ કરણસિંહ પાસે નંબર ન હોવાથી તે તેને નંબર આપી શક્તો ન હતો. આ વાતથી મોનિકા ગુસ્સે થઈ ગઈ હતી અને કહેતી હતી કે, તારો મિત્ર નિકુંજ કે તું જાણી જોઈને મને તેનો નંબર અને સરનામાની માહિતી આપતો નથી. ગઈકાલે ચાર વાગ્યે જ્યારે કરણસિંહ દુકાન પર હતો ત્યારે મોનિકા તેને મળવા માટે આવી હતી અને જાણી જોઈને નિકુંજનો નંબર નથી આપતો કહીને તેની પાસે રહેલા છરી જેવા હથિયાર વડે કરણસિંહ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મોનિકાએ કરણસિંહને ગરદનના ભાગે એક ચપ્પુનો ઘા માર્યો હતો અને બીજો ઘા કોણીના ભાગે માર્યો હતો. કરણસિંહ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે કરણસિંહએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવતા મોનિકાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં અવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *