ગુજરાતના આ સ્થળે મંત્રેલા દોરાથી ભાગી રહ્યો છે કોરોના વાયરસ, વિડીયો થયો વાયરલ

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. હાલમાં દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ તેની દવા શોધવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વડોદરામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની આ ઘટનામાં દોરાથી કોરોના વાયરસને ભગાડવા માટેનો એક મહારાજે મોટો દાવો કર્યો છે. ભાથુજી મહારાજના મંદિરેથી જાપ કરેલા દોરાથી કોરોના ભાગી જાય તેવો દાવો વીડિયોમાં થઈ રહ્યો છે. પરંતુ ત્રિશુલ ન્યૂઝ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ આવી કોઈ પણ ખોટી અંધશ્રદ્ધા તરફ ન ધકેલાય. આ ઘટનામાં ભાથુજી મહારાજ મંદિરના એક સેવક હસમુખ બારોટે દાવો કર્યો છે અને તેઓ લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલી રહ્યા છે.

વડોદરામાં કોરોના વાયરસ નામે અંધશ્રદ્ધાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં દોરાથી કોરોના વાયરસને ભગાડવાનો એક મહારાજે મોટો દાવો કર્યો છે. મંત્ર-જાપ કરેલો દોરાથી કોરોના વાયરસ ભગાડવાના દાવાથી લોકોમાં ખળભળાટ ફેલાયેલો છે, તેમ છતાં આજની જનરેશન શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ચક્કરમાં પડીને આવા સાધુ-સંતો પાસે જતી હોય છે અને પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોય છે. અમુક કિસ્સામાં તેના માઠા પરિણામ પણ ભોગવવા પડતા હોય છે.

વડોદરાના કાલુપુરા મેન રોડ પર એક ભાથુજી મહારાજનું મંદિર આવેલું છે. આ ભાથુજી મહારાજના મંદિરમાં સેવક તરીકે હસમુખ બારોટ નામનો વ્યક્તિ કામ કરે છે. તેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલ ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હસમુખ બારોટ લોકોને દોરાધાગા આપી રહ્યો છે. અને શ્રદ્ધાપૂર્વક દોરો પહેર્યા બાદ ભાથુજી મહારાજનું રટણ કરવાથી વાયરસ જતો રહેતો હોવાની વાત કરે છે. વીડિયોમાં તે ભક્તો સામે સ્પષ્ટ બોલે છે કે દોરો પહેરવાથી કોરોના થતો નથી. આમ હસમુખ બારોટ નામનો વ્યક્તિ લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલી રહ્યો છે.

આ પહેલા પણ દાહોદમાંથી પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે દરરોજ વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં પૂજાપાઠ કરવા મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડતી હતી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા ઉપાયો કરી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં 7 દિવસ સુધી ઉપવાસ કરી ગામના 7 મંદિરોના દર્શન કરવાથી કોરોના વાયરસ ભાગી જશે તેવી માન્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *