ચાંદોદ(ગુજરાત): સમગ્ર ગુજરાતભરમાંથી ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદમાં ધાર્મિક વિધિ માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેવામાં ગઈકાલે એક એવો કિસ્સો સામે આવ્યો છે. યાત્રાધામ ચાંદોદમાં ફરજ પરની ગ્રામ રક્ષક દળની મહિલાઓએ એક વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. જેને કારણે સમગ્ર વડોદરા જિલ્લામાં મહિલા જવાનની આ પ્રસંશનીય કામગીરીને લોકો વખાણ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદથી ગઈકાલે એક 60 વર્ષના વૃદ્ધ પોતાના પરિવાર સાથે એક ધાર્મિક વિધિ માટે ચાંદોદ આવ્યા હતા. યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના મલહારરાવ ઘાટ ખાતે સ્નાન કરતી વખતે વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જોતજોતામાં વૃદ્ઘ પાણીના વહેણમાં તણાયા હતા. તે સમયે ફરજ પરની ગ્રામ રક્ષક દળની મહિલાઓ તેમના માટે લાઈફબોટ બનીને આવી હતી.
ત્યાં ગ્રામરક્ષક દળની મીનાબેન તડવી, સુમિત્રાબેન બારિયા સહિત અન્ય મહિલાઓ નોકરી પર તૈનાત હતા. તે દરમિયાન તેમની નજર પાણીમાં ડૂબતા વૃદ્ધ પર પડી હતી. જેથી તમામ વૃદ્ધને બચાવવા માટે નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. મહિલા ગ્રામરક્ષક જવાનોએ વૃદ્ધનો હાથ પકડીને તેમણે બહાર કાઢ્યા હતા.
યાત્રાધામ ચાંદોદના પી.એસ.આઇ તેમજ જીઆરડી ક્લાર્કને સમગ્ર ઘટનાની જાણ કરાતા તેઓ તત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, તેઓ ધાર્મિક વિધિ માટે અમદાવાદથી અહીં આવ્યા હતા. તેથી તેઓના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલ તો વડોદરા જિલ્લામાં આ ગ્રામ રક્ષક દળની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વખાણ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.