આજકાલ પોલીસ દ્વારા દરોડા પાડીને દારૂ અને બુટલેગરોને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના પાણીગેટ પોલીસ દ્વારા બે દિવસ પહેલાં જ 250 કરતાં વધારે પેટી દારૂ આરએમસી મશીનમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આજે પોલીસ દ્વારા બે એવા બૂટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમણે ઘરમાં જ ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ખોલી નાખ્યો હતો.
જાણવા મળ્યું છે કે, આ શખ્સો દેશી દારમાંથી વોડકા સહિતનો નકલી વિદેશી દારૂ બનાવતા હતા. એમની ટેકનિક જાણીને પાણીગેટ પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. ઘટનાની વિગતો એવી છે કે, પાણીગેટ પોલીસ દ્વારા વાઘોડિયા રોડ પર રહેતા ભાવેશ કહારના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. આ આરોપી પોતાના ઘરમાં જ જાતે દારૂ બનાવી અને તેને બોટલિંગ કરી અન ઈન્ગિલશ દારૂના નામે વેચતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
આ ઉપરાંત ભાવેશ અને તેનો સાગિરત વિજય ખતાલ દ્વારા એક તગારામાં દેશી દારૂ ભરી અને ખાલી બોટલોમાં ભરતા પોલીસને ડેમો આપવામાં આવ્યો હતો. તેઓ દેશી દારૂને ભરી અને તેમાં કોઈ કેમિકલ ભેળવી નાખતા હતા અને ત્યારબાદ તેને વોડકાની બોટલમાં પેક કરતા તે વોડકા બની જતી હતી.
દેશી દારૂને વિદેશી બનાવવાના આ ખેલમાં આ શખ્સો અત્યાર સુધી કેટલું કારસ્તાન કરી ચુક્યા છે તે તો પોલીસની તપાસમાં જ બહાર આવશે. પરંતુ, હાલમાં તો પોલીસ દ્વારા તેમની પાસેથી આ નકલી દારૂનો જથ્થો ઉપરાંત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ લઠ્ઠો કેટલા લોકો સુધી પહોંચતો હતો તેનું વેચાણ કેટલું હતું તે તપાસના અંતે સામે આવશે.
આમ, આ શખ્સોએ ન ફક્ત દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા. પરંતુ, દેશી દારૂને ભેળસેળ કરી અને વિદેશી નકલી દારૂ બનાવ્યો. દારૂના રસિયાઓ એટલી હદે હશે ત્યારે જ આ નકલી માલ પણ વેચાઈ જતો હોય તેવું કહેવું કઈ ખોટું નથી. હાલ આ જોખમી ખેલનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે અનેક દારૂડિયાઓને આ જાણીને આંચકો લાગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.