વડોદરા(ગુજરાત): વડોદરાના એક ગામની સીમમાં ઘાસ કાપવા ગયેલી એક મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને સામુહિક દુષ્કર્મ આચરીને ગળું દબીને મહિલાની હત્યા કરીને 6 નરાધમોની જિલ્લા પોલીસે અટકાયત કરીને તપાસ શરુ કરી છે. મળતી માહિતી અનુસાર, 17 વર્ષથી પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા પોતાના બે સંતાનો સાથે એકલી રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગષ્ટની સાંજે દરરોજની જેમ જ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે સમયે 6 નરાધમ ત્યાં આવી પહોચ્યા હતા અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરીને લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી.
જાવા ડોગ ઘટના સ્થળથી 500 થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇને ઉભો રહી ગયો હતો અને વસાહતમાં જઇ એક વ્યક્તિ ઉપર શંકા સેવી ભસવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધડપકડ કરીને પૂછપરછ કરતા તેને સમગ્ર ઘટનાની કબુલાત કરી હતી. તે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદૂર ગીરજારામ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે મહિલા સાથે અન્ય 5 સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, લાલ બહાદૂર ગીરજારામે એવી પણ કબુલાત કરી હતી કે, હું તેમજ સાથી મિત્રો ખેતર પાસેના રેલવે ટ્રેક ઉપર બેઠા હતા. તે સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોઈ ત્યારે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ મહિલાને પકડી તેની ઉપર દરેકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેનું ગળું દબાવીને મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી, જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ, પ્રમોદ રામચરણ પંડુ, રામસુરત સુભાષચંદ પંડુ અને અર્જુન લાલચંડ પંડોરની અટકાયત કરીને તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.