બે વર્ષના દીકરાને રેઢી મૂકી વડોદરા PI ના પત્ની સ્વીટી પટેલ એક મહિનાથી ગાયબ- જાણો સમગ્ર ઘટના

વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરા જિલ્લા SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટીબેન પટેલ છેલ્લા એક મહિનાથી ગુમ છે. 6 જૂનની રાતે સ્વીટીબેન પટેલ પોતાના 2 વર્ષના પુત્રને ઘરે મૂકી કોઈ કારણસર જતાં રહ્યાં હતા.

આ અંગે પીઆઈના સાળા દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ, 24 દિવસ બાદ પણ કરજણ પોલીસ સ્વીટીબેન પટેલને શોધી શકી નથી. ગાંધીનગરથી સૂચના મળતાં DIG-SP સહિતનો કાફલો કરજણ પહોચ્યો છે. એસપી દ્વારા આ અંગેની તપાસ કરજણ પોલીસ પાસેથી લઈને ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઈ કરજણની પ્રયોશા સોસાયટીમાં રહે છે. પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.37) 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતા. આ ઉપરાંત, પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દરમિયાન, કેમ તેઓ પોતાના માસુમ દીકરા અને પતિને છોડીને જતા રહ્યા તે બાબત અનેક સવાલો ઉભા કરે છે.

સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. SOG પીઆઈ અજય દેસાઈએ કેમ પોલીસમાં ફરિયાદ કરી નહી તે મુદ્દે અવનવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. હાલ, ડીવાયએસપી પાસે તપાસ જતા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તેમને શોધવા તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવવામાં આવ્યા છે. પરંતુ, 24 દિવસ બાદ પણ હજુ સફળતા પ્રાપ્ત થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *