ધુમ મચાવી રહેલ ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મ ગુજરાતમાં નિઃશુલ્ક બતાવવાનું થયું શરૂ! જાણો ક્યાં અને કેવી રીતે?

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેર ભાજપ(BJP) દ્વારા પ્રખ્યાત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ(The Kashmir file)’ ફ્રીમાં બતાવવાની શરૂઆત કરવામાં આવી છે. નગરપાલિકાના કાઉન્સિલર નીતિન દોંગા(Nitin Donga)એ 21 ભૂદેવોને નિઃશુલ્ક ફિલ્મ બતાવી હોવાનું જાણવા મળે છે. કાઉન્સિલર શ્રીરંગ આયરે અને રાજેશ આયરે પણ 51 કામદારોને ફિલ્મ બતાવી હતી. જ્યારે વોર્ડ નં. 2ના કોર્પોરેટર મહાવીરસિંહ પુરોહિત સમગ્ર શો બુક કરશે અને શિક્ષણ સમિતિના શિક્ષકોને ફિલ્મ બતાવશે.

આખા દેશમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’ની ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીથી લઈને અત્યાર સુધી તમામ મોટા નેતાઓએ આ ફિલ્મના વખાણ કર્યા છે. સાથે જ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે. ભાજપ દ્વારા લોકપ્રિય બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ વડોદરામાં વિનામૂલ્યે બતાવવાનું શરુ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના સુભાનપુરા વિસ્તારના થિયેટરમાં વોર્ડ 9ના ભાજપના કાર્યકરો માટે ધ કાશ્મીર ફાઇલ ફિલ્મનો વિશેષ શો યોજવામાં આવ્યો હતો. શહેર ભાજપના કાર્યકારી સભ્ય રાજેશ આયરે અને તેમના પુત્ર કોર્પોરેટર શ્રીરંગે થિયેટરમાં કાર્યકરોને ફિલ્મ બતાવી હતી. આ સિવાય રાજેશ આયરેએ 16 માર્ચે ફિલ્મનો સ્પેશિયલ શો પણ આયોજિત કરવામાં આવ્યું છે.

આ સિવાય વોર્ડ 10ના કાઉન્સિલર નીતિન દોંગાએ બ્રાહ્મણોને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’ બતાવી હતી. બીજી બાજુ વોર્ડ 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે આજે શિક્ષા સમિતિના મેળામાં ફિલ્મનો શો બુક કરવાની જાહેરાત કરી હતી. વોર્ડ 2 કાઉન્સિલર શિક્ષણ સમિતિ શિક્ષકો, પ્રમુખ, શહેર ભાજપ સંગઠન, ધારાસભ્ય અને કાઉન્સિલરો સહિતના હોદ્દેદારો માટે સમગ્ર શો બુક કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *