ગરબા રમીને પરત ફરતા માતા-પુત્રીના નીપજ્યા શંકાસ્પદ મોત, મહિલાના ભાઈએ જતાવી હત્યાની આશંકા

વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરા(Vadodara)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, શહેરના સમા વિસ્તાર(Sama area)માં રહેતી 36 વર્ષીય મહિલાનું તેની 6 વર્ષીય દીકરી સાથે શંકાસ્પદ મોત નીપજતા તાત્કાલિક પોલીસ(Police) દોડી આવી છે. બે માળના મકાનમાં ચંદનપાર્ક સોસાયટી(Chandanpark Society)માં રહેતી માતાપુત્રી(Mother-daughter)ના મોત બાદ મૃતક મહિલાના ભાઈએ હત્યાની આશંકા વ્યક્તિ કરી છે. આ દરમિયાન, મૃતક મહિલાના ગળે ઇજાનું નિશાન પણ મળી આવ્યું છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે રાતે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં મહિલા અને તેની દીકરીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મહિલા શોભનાબેન અને તેમની પુત્રી કાવ્યા નવરાત્રિમાં ગયા હતા અને ત્યાંથી રાત્રે 12:00 વાગ્યે પરત આવ્યા હતા. બાદમાં બંનેની તબિયત બગડી હતી જેથી પતિ તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબો દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મૃતક મહિલાના ભાઈએ આ મામલે જણાવ્યું કે, તેમની બહેનના ગળાના ભાગે ઈજાના નિશાન છે જે સૂચવે છે કે તેની હત્યા કરવામાં આવી છે. જોકે, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલાં કઈ પણ ટિપ્પણી કરુવાનું યોગ્ય માનતી નથી. આ મામલે સમા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

આ ઘટના અંગે એસીપી ભરત રાઠોડે જણાવ્યું કે, 6 વર્ષીય દીકરીનું તેની માતા સાથે શંકાસ્પદ મોત નીપજ્યું છે. મહિલા અને દીકરીનું પોસ્ટમોર્ટ થાય અને તેનો રિપોર્ટ આવે ત્યારબાદ જ કારણ અંગે કઈ પણ કહી શકાય. હાલ પોલીસ દ્વારા પરિવાર અને સગાસંબંધીઓની પૂછપરછ કરવામાં આવે છે.

મહિલા અને તેની દીકરીનું મૃત્યુ 12-2ની વચ્ચે થયું હોવાની વિગતો સામે આવી છે. બંનેને રાતે 2:30 વાગ્યાના અરસામાં ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે કાવ્યા અને તેની માતાનું શંકાસ્પદ મોત આ અરસામાં થયું હશે. કારણ કે, 12:00 વાગ્યે તેઓ ગરબા રમીને પરત આવ્યા હતા. આત્મહત્યા કે હત્યા કે પછી કુદરતી મોત એ તો પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *