વડોદરા શહેરમાં એક પરિણીતાને પરેશાન કરતા રોમિયોને જાહેરમાં માર મારવામાં આવ્યો છે. કરજણનો યુવક એક પરિણીતાને ફોન કરીને અશ્લીલ હરકતની માંગણી કરતો હતો. પરિણીતાએ આ વાતની જાણ તેના પતિને કરી હતી. આ અંગે પતિએ કરજણના ગણપતપુરા ગામના ઇમરાન મન્સૂરીને ફોન કરી મળવા બોલાવ્યો હતો. જ્યાં લોકોએ ભેગા થઈને યુવકની માર્યો હતો.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, “મારા મોબાઇલ પર તે યુવકનો ફોન આવ્યો હતો. મેં તેને ફોન કરીને ક્યાંથી બોલો છો એવું પૂછ્યું હતું. સામેથી કઈ જવાબ ન આવતા મેં ફોન મૂકી દીધો હતો. યુવકે રોજ રોજ ફોન કરીને હેરાન કરતો હતો. આખો દિવસ ફોન કર્યાં કરતો હતો. ક્યારેક તો રાત્રીના એક વાગ્યે પણ ફોન કરતો હતો. ત્યારબાદ મેં મારા પતિને વાત કરી હતી કે કોઈ યુવક આવી રીતે હેરાન કરે છે. મારા પતિએ મને યુવકને મળવા માટે બોલાવવા કહ્યું હતું”.
યુવકે પોતાનો ગુનો કબૂલ કરીને જણાવ્યું હતું કે, ” હું કરજણનો રહેવાસી છું. મારું નામ ઇમરાન છે. માસી મારા માતા સમાન છે. જિંદગીમાં કોઈ દિવસ આવું કામ નહીં કરું. હું રોજ ફોન કરીને તેમને પરેશાન કરતો હતો”.
અગાઉ વડોદરામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 પ્રમાણે પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીની મુલાકાત સમીર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનામાં આરોપીએ જબરદસ્તીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવીના થોડાક જ સમયમાં પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. યુવતીને સમીરે પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.