હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે હવે ઘણા નેતાઓના કોરોના રીપોર્ટ પણ પોજીટીવ આવી ચુક્યા છે. ત્યારે ગુજરાતના સત્તાધારી પક્ષના વધુ એક ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. વડોદરા શહેરના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાથી સંક્રમિત થયા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાથી સંક્રમિત
ગઈકાલના રોજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર છે કે, થોડાક દિવસો અગાઉ ધારાસભ્યના PA પણ આ ઘાતક વાયરસથી સંક્મિત થયા હતા, પરંતુ જીવલેણ કોરોનાના કારણે નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ તેમના સમર્થકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. આ ઘાતક વાયરસની ઝપેટમાં સત્તાધારી પક્ષ વિપક્ષના મોટા રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 1310 નવા કેસ નોંધાયા છે. જેની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 97,745 થઇ ગયો છે. આ સ્થિતિએ ગુજરાતમાં હાલ પ્રતિ કલાકે કોરોનાના 55 નવા કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં હાલ 15796 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 14 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા અને કુલ મરણાંક હવે 3036 છે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8185 પર પહોંચી ગઈ છે. 2379 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 121 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી 24 કલાકમાં વધુ 144 દર્દીઓ સાજા પણ થયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી 6455 દર્દી સાજા થયા છે. તો કોરોનાથી વધુ 1 દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે કુલ મોત 143 થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews