વડોદરાનો રંગરેલીયો સસરો: દરરોજ બપોરનાં સમયે વહુના રૂમમાં ઘૂસીને…

વડોદરામાં રંગીલા પિતા-પુત્રનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. જો બહાર જ રંગરેલિયા મનાવવા હોય તો કોઈની જિંદગી બરબાદ કરવાનો શું મતલબ છે? ને સસરા થઈને દીકરી જેવી પુત્રવધુ સાથે છેડછાડ કરવાનો આ કિસ્સો સભ્ય સમાજ માટે કલંક સમાન છે.

અવાર નવાર એવી ઘટનાઓ સાંભળવા મળે છે કે, આ વ્યક્તિઓ હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં રંગરેલીયા કરતા પકડાયા. આ ઘટના દ્વારા પરિવારના દરેક લોકો શરમજનક બની જતા હોય છે. અહીં પણ એક એવી જ ઘટના સામે આવી છે કે, વડોદરામાં માંજલપુરની પરિણીતાને ફૂલહાર બાદ પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં તેનું ત્રીજું લગ્ન પણ ભંગાણના આરે આવ્યું છે. પતિ બહાર ફાંફા મારતો હોઈ સસરાએ પુત્રવધુ પર દાનત બગાડી હતી. અને વહુ સાથે શારીરિક છેડછાડ કરતાં પરિણીતા ડઘાઈ ગઈ હતી. માંજલપુરની 26 વર્ષીય પરિણીતાએ માંજલપુર પોલીસ મથકે પતિ રાજ સંતોકી, સસરા અતુલ સંતોકી અને સાસુ ઈલા સંતોકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો હતો કે, મારા ત્રીજા લગ્ન રાજ સંતોકી સાથે સપ્ટેમ્બર 2017માં થયા હતા. રાજના આ બીજા લગ્ન હતા. શરૂમાં મને સારી રીતે રાખ્યા બાદ પતિએ વાત કરવાનું ઓછું કરી દીધું હતું. મેં તપાસ કરતાં પતિનું એક છોકરી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું હતું. પતિએ ધમકી આપી કે, મને તારામાં રસ નથી. તને મારી નાખીશ. પતિ-સાસુની ગેરહાજરીમાં સસરા રૂમમાં આવીને છેડછાડ કરતા હતા. મારા પતિ દહેજ મુદ્દે મારઝૂડ કરી જમવાનું ન આપી ઘરની બહાર નીકળવા દેતા ન હતા. જાન્યુઆરી 2019માં હું પ્રેગ્નેન્ટ થતાં એબોર્સન કરાવી દેવા દબાણ કરતાં મે એબોર્સન કરાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *