Vadodara Accident: વડોદરા શહેરમાં ગોઝારા અકસ્માતની ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે.જેમાં 11 વાગ્યાના અરસામાં બાઈક ચાલક અને ડમ્પર ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ બાઈક ચાલકનું મોત થયું હતું અને તેની પાછળ બેઠેલા યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લક્ષ્મીપુરા પોલીસ મથકના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડમ્પર ચાલકે કબૂલાત કરી હતી કે, ફોન પર વાત કરતો હતો અને તેણે બાઈકને(Vadodara Accident) અડફેટે લીધું. બીજી તરફ ભારદારી વાહનો માટે પ્રતિબંધિત સમયમાં શહેરમાં ડમ્પર ફરતાં ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.
ડમ્પર કાળ બનીને આવ્યું
કોયલી ગામમાં રહેતા અજિત યાદવ અને પકંજ યાદવ સવારે 11 વાગે આઈટીઆઈ તરફથી લોટસ હાઈટ્સ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ વિવેકાનંદ હાઈટ્સની નજીક પહોંચ્યા ત્યારે ગોરવા તરફથી ડમ્પર પુરઝડપે આવ્યું હતું અને તેણે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં પંકજ યાદવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અજિત યાદવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લક્ષ્મીપુરા પોલીસ મથકના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત તે હદે ગમખ્તાવર હતો કે, પંકજભાઈએ પહેરેલા હેલ્મેટના ફૂરચે-ફૂરચા ઊડી ગયા હતા.
ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
પંકજ યાદવ 7 વર્ષથી રિલાયન્સમાં કરાર આધારીત ટેક્નિશિયન તરીકે નોકરી કરતા હતા. જ્યારે 1 વર્ષથી તેમનાં પત્ની અને બાળકો વતન બિહારમાં રહે છે. જ્યારે ડમ્પર ચાલક રંજનકુમાર યાદવે કબૂલાત કરી કે, તે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો અને ડમ્પર ચલાવી રહ્યો હતો. સારવાર હેઠળ રહેલા અજિત કુમારની ફરિયાદને આધારે ડમ્પર ચાલક રંજનકુમાર યાદવ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે પંકજ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના ટ્રસ્ટની એમ્બ્યુલન્સ જાતે ચલાવીને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ચાલક 80 કિમિથી વધુની સ્પીડે ડમ્પર ચલાવી રહ્યો હતો
ડમ્પર ચાલક રંજનકુમાર યાદવ ગોરવા ખાતે આવેલા દશામા મંદિર પાસેથી સમતા લોટસ હાઈટ્સ તરફ જઈ રહ્યો હતો. વિવેકાનંદ હાઈટ્સ પાસે વિસ્તાર રહેણાક વિસ્તાર છે અને ત્યાં લોકોની સતત અવજ-જવર રહેતી હોય છે. રંજન કુમાર રહેણાક વિસ્તારમાંથી 80ની સ્પીડે ડમ્પર ચલાવી રહ્યો હતો સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેણે પંકજને અડફેટે લીધો હતો. આ ડમ્પર ઉંંડેરાના કરણ ભરવાડનું છે અને તેણે નલીન વ્યાસને ભાડા પર આપ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App