હાલ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી વડતાલ વાસી શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયે 1 કરોડ 1 લાખનું દાન સેવાર્થ કાર્ય માટે અર્પણ કર્યું છે.
વડતાલવાસી સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ, જુનાગઢ, ગઢડા તથા સાળંગપુર મંદિરે સંયુક્ત રીતે દાન આપ્યું છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નોતમ સ્વામી, આત્માનંદ સરસ્વતી, પાળીયાદ વીહળાનાથ જગ્યાના ભયલુભાઈ, RSS ના ડો. જયંતિભાઈ સહિત ગઢડા, જુનાગઢ, વડતાલ, સાળંગપુર સહિત વડતાલ વાસી સંપ્રદાયના સંતો મહંતો આ શુભ અવસરે હાજર રહ્યા હતા.
શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ સ્વામી (અથાણાં વાળા) તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીની હાજરીમાં સાળંગપુરથી વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાયે 1 કરોડ 1 લાખનું માતબર સેવાર્થે દાન આપવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ સ્વામી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના નેતૃત્વમાં આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ ઉપસ્થિત આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ, સાળંગપુર તથા ગઢડા અને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે સંયુક્ત ઉપક્રમે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 1 કરોડ 1 લાખનું સેવાર્થે દાન કરવામાં આવ્યું હતું.
આ દાન નિધિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવશે. જયારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હું અહીં મંત્રી તરીકે નહીં પરંતુ સેવક તરીકે આવ્યો છું.
વડાપ્રધાનના હસ્તે કરેલ ભૂમિપૂજનના કાર્યમાં સમગ્ર વિશ્વમાંથી હિન્દુઓ યથાશક્તિ વ્યક્તિ સંસ્થાઓ-ધાર્મિક સંસ્થાઓ ફાળો આપી રહ્યાં છે, આજનો 1 કરોડના માતબર દાન અર્પણ કાર્યક્રમ આજની ઘટના ઐતિહાસિક તથા યાદગાર બની રહેશે, મારા જીવન ની આજે યાદગાર ઘટના છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસીસ્ટન્ટ કોઠારી સંત વલ્લભસ્વામિએ જણાવ્યું હતું કે, આજના દિવસે મંદિરોએ સાથે મળીને આ સેવાર્થે કાર્ય કર્યું છે, આપને જણાવતા આનંદ થાય છે કે, નિધિનું કોઈ મૂલ્ય નથી, ભાવનાનું મૂલ્ય છે, આપણે સૌ સાથે મળીને દેશ ગૌરવ લે હિન્દુ સમાજની વર્ષો જુની આ પરંપરા પુનઃ જીવંત બને એની માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનવા માટે જઈ રહ્યું છે ત્યારે સૌને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle