ગુજરાત(Gujarat): વ્યારા(Vyara)નાં બામણામાળ(Bamnamal) પાસે ગામની સીમમાંથી પસાર થતા વ્યારા- ઉનાઇ રોડ(Vyara- Unai Road) ઉપર તા.17/05/2022 ને સવારના રોજ ઘરેથી પોતાની નોકરીએ જઈ રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારતા મોત નિપજ્યુ હતુ.
મળતી માહિતી અનુસાર, વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રણજીત જશવંતભાઇ ગામીત (32) રહે. ભાઠી ફળીયુ, ગડત ગામ, તા. ડોલવણ જી. તાપી પોતાની મોટર સાયકલ સી.બી.ઝેડ નં. (GJ.26 D 2162) ઉપર ઘરે ગડત ગામેથી વાલોડ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ પર જઈ રહ્યા હતા.
આ દરમિયાન બામણામાળ પાસે ગામની સીમમાંથી પસાર થતા સમયે વ્યારાથી ઉનાઈ જવાના માર્ગે અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા પોલીસની મોટર સાયકલ જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પોલીસ કર્મી રણજીતભાઈ જશવંતભાઇ ગામીત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
જણાવી દઈએ કે, અકસ્માત એટલો ભયંકર હતો કે જમણો હાથ આંખો શરીરથી છુટો પડી ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતુ. ટ્રક ચાલક અકસ્માતને અંજામ આપીને ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરૂધ્ધ મૃતકના પિતા જશવંતભાઇ ગામીતની ફરિયાદનાં આધારે ગુનો દાખલ કરીને વધુમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવારમાં માત્ર એક જ કમાનાર વ્યક્તિ હતા:
જાણવા મળતી માહિતી અનુસાર, રણજીતભાઈના સંતાનમાં બે બાળકો છે જેમાં મોટો છોકરો છ વર્ષનો અને નાનો છોકરો ચાર વર્ષનો છે, ફક્ત ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હોવાને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રણજીતભાઈ ગામીત પોલીસ વિભાગમાં 2011માં ભરતી થયા હતા અને તેઓ પહેલી હેડક્વાર્ટર તાપી ખાતે ફરજ બજાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.