35 લાખની ગાડી અને પેટ્રોલ પંપે જઈને મફતમાં ડીઝલ પુરાવી ફરાર થયો યુવક- સમગ્ર ઘટના CCTVમાં કેદ

વલસાડ(ગુજરાત): તમે મંદિરો(emples)માં કે ઘરોમાં થતી ચોરીના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ આજે ડીઝલ(Diesel) ચોરીનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વલસાડ(Valsad)ના ફણસા(fanasa)માં રહેતા ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા(Dhawalsinh Mahendrasinh Jadeja)એ 21મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના 8:25 કલાકે નંદીગામના રિલાયન્સ પેટ્રોલ પંપ(Reliance petrol pump in Nandigam) પર એન્ડેવયર કારમાં રૂ.5677.77નું ડીઝલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વિના જ ફરાર થઇ ગયો હતો. ભિલાડ પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. યુવાને આ અગાઉ ભિલાડ(Bhilad) વિસ્તારમાં 2, પારડી ઉદવાડા વિસ્તારમાં ત્રણ અને મહારાષ્ટ્રના વસઈ તલાસરી પેટ્રોલ પંપ પર ત્રણવાર આ પરાક્રમ કર્યું હોવાની કબૂલાત કરી છે.

મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના ફણસા ચાર રસ્તા પર રહેતો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા 21મી સપ્ટેમબરના રોજ રાત્રિના 8:25 વાગ્યે ભિલાડ નજીક નંદીગામ ખાતે મુંબઇથી વાપી તરફ આવતા નેશનલ હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડેવર કારમાં ડીઝલ ભરવા ગયો હતો. ફિલરમેનને બારકોડ સ્કેનરથી પેમેન્ટ કર્યું હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લઇ 58.77 લિટર ડીઝલ, કિંમત રૂ.5677.77નું ભરાવી ડિસ્પેનસરીમાંથી નોઝલ બહાર કાઢતાં રૂપિયા ચૂકવ્યા વિના વાપી તરફ કાર હંકાવી મૂકી હતી.

જાણવા મળ્યું છે કે, ફિલરમેન દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા પેટ્રોલ પંપનો સુપરવાઈઝર અને અન્ય ફિલરમેન આવે એ પહેલાં કારચાલક એન્ડેવર કાર લઈ ફરાર થઈ ગયો હતો. કારચાલકની આ કરતૂત પેટ્રોલ પંપ પર લગાવેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પાતળા બધાનો અને દાઢીવાળા કારચાલકે કારની પાછળની નંબર પ્લેટ કપડાંથી ઢાંકી દીધી હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું.

આ બનાવ અંગે પેટ્રોલ પંપના ફિલરમેન મનોજભાઈ કમલેશભાઈ વડાએ અજાણ્યા કારચાલક વિરુદ્ધ 25મી સપ્ટેમ્બરના રોજ ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળ્યું છે કે, ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પીએસઆઇ બીએચ રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાનગી બાતમીદાર અને વર્ણનના આધારે તપાસ હાથ ધરવામાં આવતા કારચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ફણસાનો હોવાનું બહાર આવતાં તેની અટક કરી હતી. ભિલાડ પોલીસ મથકમાં પહોંચતાં કારચાલક ધવલ ચૌહાણે પોતાનાં કરતૂત પોલીસ સમક્ષ કબૂલી લીધાં હતાં.

ફણસા ચાર રસ્તા ખાતે રહેતો અને બિલ્ડિંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ એન્ડેવર કાર ન.GJ.04.9946માં નંદીગામ પેટ્રોલપંપ પર 58.77 લિટર ડીઝલ ભરાવી રૂપિયા 5677.77 ચૂકવ્યા વિના ફરાર થતાં ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભિલાડ પોલીસ દ્વારા પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી ફૂટેજ લઈ ખાનગી બાતમીદારના સહયોગથી કારચાલકની ફણસાથી અટક કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં તેની પૂછપરછ કરતા કારચાલક ધવલસિંહ ચૌહાણે ભિલાડ વિસ્તારમાં ત્રણ, ઉદવાડા પારડી વિસ્તારમાં 3 અને તલાસરી-વસઈ વિસ્તારમાં 3 પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવી છૂ થઈ ગયો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *