સંપતીની લાલચમાં ભાઈએ જ ભાઈની કરી કરપીણ હત્યા- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો

વારાણસી: રવિવારે વારાણસી(Varanasi)માં એક ભાઇએ સંપત્તિના લોભ(Property Greed)માં નાના ભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. બચાવમાં આવેલી તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં…

વારાણસી: રવિવારે વારાણસી(Varanasi)માં એક ભાઇએ સંપત્તિના લોભ(Property Greed)માં નાના ભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. બચાવમાં આવેલી તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. દંપતી(Couple)ની નિર્દયતાથી હત્યા કર્યા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. તે જ સમયે, અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો ભેગા થયા હતા. પોલીસ(police)ને માહિતી મળી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપ્યો. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે.

આ મામલો લોહતા પોલીસસ્ટેશન વિસ્તારના રહીમપુર નવી બસ્તી ગામનો છે. અહીંના રહેવાસી મુન્નાને તેના નાના ભાઈ નિસાર સાથે કેટલાક મહિનાઓથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, આજે સવારે પણ આ જ બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ નાના ભાઈ નિસાર પર તેના મોટા ભાઈ મુન્નાએ છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે તેની પત્ની ખુશ્બુ તેના પતિને બચાવવા પહોંચી ત્યારે મુન્નાએ તેને પણ છરી મારી હતી. ત્યારે બંને દંપતી જમીન પર પડી ગયા હતા. અવાજ સાંભળીને લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા.

આરોપી મુન્નાએ ગુનો આચરતાની સાથે જ ગામ છોડી દીધું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી છે. બેવડી હત્યાના કારણે ગામમાં અશાંતિનો માહોલ છે. ગ્રામજનોએ પોલીસ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આરોપીને પકડી તાત્કાલિક સજા થવી જોઈએ.

વારાણસી પોલીસે કહ્યું કે, કૌટુંબિક ઝઘડો થયો હતો. બાળકને ખવડાવવા પર વિવાદ વધ્યો. પ્રથમ હથોડીથી ફટકો માર્યો અને પછી છરી મારી. વારાણસી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ સ્ટેશન લોહટાના ધનીપુર ગામમાં સવારે 10:30 વાગ્યે નિઝામુદ્દીનના ભાઈ નિઆઝ અહેમદની પુત્રી શાઇસ્તા બાનોને ખોરાક આપવા બાબતે વિવાદ થયો હતો. બીજી તરફ જુની દુશ્મનાવટને કારણે નાના ભાઇ નિસાર ઉર્ફે સીપુ અને તેની પત્ની ખુશ્બુને હથોડી વડે ઇજાઓ પહોંચાડી હતી.

ઘાયલોને પરિવાર દ્વારા બીએચયુ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ માહિતી પર ગ્રામ્યના પોલીસ અધિક્ષકે સ્થળનું નિરીક્ષણ કર્યું અને તપાસ તેમજ આરોપીની ધરપકડ માટે જરૂરી નિર્દેશો આપ્યા છે. સાથે જ પરિવારના સભ્યોને ખાતરી આપી કે ગુનેગારો ખૂબ જ જલ્દી તેમની કસ્ટડીમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *