વાપીમાં કેમિકલ અને પ્લાસ્ટિકનાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ, 8 ગોડાઉન જ્વાળાના લપેટામાં…

વાપીના બલિઠામાં ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગી છે અને જોત જોતામાં આસપાસના 8 ગોડાઉનમાં આગ ફેલાઈ ગઈ છે. રહેણાંકના વિસ્તારમાં ગેરકાયદે ગોડાઉન બનાવવામાં આવ્યુ છે જેને પગલે આસપાસના વિસ્તારમાં પણ દૂર્ઘટનાની અસરો થવાની ભીતિ પેદા થઈ છે.

વાપી નજીક આવેલા બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે  વહેલી સવારે આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી  આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે,  નજીકમાં જ રહેણાંક વિસ્તાર પણ આવેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સદનસીબે આ આગ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.

દૂર્ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે પણ અગન જ્વાળાઓ કાબુમાં નથી આવી રહી. આ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ભંગારનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ધુમાડાના ગોટાનું સામ્રાજ્ય છવાયું હતું. આથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વાપીના ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

પહેલા એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના નાના-મોટા 8 ગોડાઉનમાં પ્રસરી ગઇ હતી. આથી વધારે ફાયર ફાયટરોની જરૂર જણાતા વાપી ઉપરાંત સરીગામ સહિત અન્ય પ્રાઈવેટ કંપનીઓના ફાયર ફાયટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.આમ આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 8થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઇને ઇજા કે જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

મહત્વપૂર્ણ છે કે, આગાઉ પણ વાપીના અનેક વિસ્તારોમાં ભંગારના ગોડાઉનમાં આવી રીતે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. રહેણાંક વિસ્તાર નજીક ગેરકાયદે રીતે ધમધમતા આવા ભંગારનાં ગોડાઉનનો સ્થાનિક લોકો માટે જોખમરૂપ સાબિત થાય છે. આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા આવા ગોડાઉનોના માલિકો વિરૂદ્ધ  કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આમ આજે વહેલી સવારે વાપીના બલીઠામાં એક ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને કારણે 8 ગોડાઉનો  ભડકે બળ્યા હતા. જેમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ અને પ્લાસ્ટિકનો કચરાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હોવાથી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા માટે કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *