નવસારી :- સામાની લોક પોતાના સ્વાર્થ માટે પ્રવૃતિઓ કરતાં હોય છે જ્યારે કેટલાક વ્યક્તિ ફક્ત સમાજ ને આપવા માટે જ પૃથ્વી પર આવતા હોય છે. તેવા જ સમાજસેવી સાચા અર્થમાં બુધ્ધિજીવી એવ મહાદેવભાઇ દેસાઇનું (Mahadev Desai) ગઈ કાલે હ્રદય ગતિ અવરોધ થી તેમનું આકસ્મિક અવસાન થયું છે.
તેઓનું ‘સ્થપતિ ઈન્ડિયા’ નામની આર્કિટેક કન્સલ્ટન્સી કંપની છે. પરંતુ હમેશા સમાજને સમર્પિત રહ્યા હતા. તેમની સેવાનું મુખ્ય કેન્દ્ર સયાજી લાઈબ્રેરી રહ્યું હતું તેઓ સયાજી લાઈબ્રેરી સાથે 42 વર્ષ સુધી જોડાઈ રહ્યા હતા. તેમાં તેમણે વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા ઇ.સ. 1992 થી ઇ.સ. 2017 સુધી સંસ્થાના પ્રમુખ રહી ને ઘણા પ્રોજેકટ પર કામ કરીને સફળ બનાવ્યા હતા તેમનો એક મહત્વકાંક્ષી પ્રોજેકટ હતો ‘વાંચે ગુજરાત’ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેકટ કરાયો જેનો મુખ્ય ઉદેશ્ય બાળકો વાંચતાં થાય.
મને ગમતું પુસ્તક વાર્તાલાપ જેમાં દર શનિવારે કોઈ એક પુસ્તક પર છેલ્લા 20 વર્ષથી વાર્તાલાપ થાય છે તે પણ મહાદેવભાઇ દેસાઇની જ કલ્પના હતી. આ સિવાય પણ તેઓ હમેશા વિદ્યાર્થી અને યુવાનો માટે સતત મથતા રહ્યા હતા. બાળકો વધુમાં વધુ વાંચતાં રહે તેના માટે તેમણે “મને પેપ્સી નહીં પુસ્તક આપો.” સૂત્ર આપ્યું હતું.
તેઓ સાચા અર્થમાં ગાંધીવાદી હતા હમણાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિતે આખા નવસારીમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં હજારો બાળકોએ ભાગ લીધો હતો આના થકી જ તેઓ ગાંધી અર્ધસ્તબદી મહોત્વની નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા વળી ટીમના સભ્ય હતા.
આવી સંખ્ય પ્રવૃતિઑ સાથે સતત સંકળાયેલા મહાદેવભાઇના નિધન થી આખું નવસારી ગમગીન થયું હતું. તેમની મોત પર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ ટ્વિટ કરી હતી કે “શ્રી મહાદેવભાઈ દેસાઈના આકસ્મિક નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેઓ ઘણા સામાજિક સેવાના ઉપક્રમોમાં અગ્રેસર હતા તથા વાંચન અને શિક્ષણને લગતી પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે પ્રયત્નશીલ હતા. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ…॥”