જુવાનજોધ દીકરાની મોતનું દુઃખ સહન ન થતા પિતાએ પણ ટુકાવ્યું જીવન- હચમચાવી દેશે અમદાવાદની આ ઘટના

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રવિવારના રોજ અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 37…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રવિવારના રોજ અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવકે સરખેજમાં પોતાના કામના સ્થળે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. અહીં દુ:ખદ વાત એ પણ છે કે, દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને ભાંગી પડેલા 65 વર્ષીય પિતાએ પણ સોમવારના રોજ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અલ્પેશ પાલન સાઉથ બોપલમાં શ્યામવિલા સોસાયટીમાં રહે છે. તે રવિવારના રોજ સરખેજમાં આવેલા સિદ્ધિવિનાયક ટાવરમાં પોતાની દુકાન પર ગયો હતો. ત્યારબાદ રવિવારે લગભગ પોણા પાંચ વાગ્યે ઓફિસના એક કર્મચારીએ જોયું કે તેણે આત્મહત્યા કરી છે અને તાત્કાલિક પોલીસને આ બાબતે જાણકારી આપવામાં આવી હતી.

ત્યારબાદ, સરખેજ પોલીસની ટીમ દ્વારા મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો અને વીએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. અલ્પેશના પરિવારના લોકોને આ ઘટના વિષે જાણ કરવામાં આવી અને સોમવારે સવારે તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અલ્પેશના મૃત્યુની ખબર સાંભળીને સાવરકુંડલાથી તેમના સ્વજનો આવી ગયા અને સાથે જ અલ્પેશના પિતા બળવંતરાય પાલન પણ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે અલ્પેશના પરિવારના લોકો તેના ઘરમાં બેસીને અંતિમ ક્રિયાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પિતા બળવંતરાયે તેમને કહ્યું કે, તે થોડીવાર ઉપર જઈને રુમમાં આરામ કરીને આવે છે. જ્યારે થોડી વાર પછી પણ બળવંતરાય પરત ન આવ્યા તો તેમના પરિવારના લોકો શોધવા માટે ઉપર ગયા અને જોયું કે, તેઓ પણ પંખા સાથે લટકી ગયા છે અને આત્મહત્યા કરી લીધી છે.

ત્યારબાદ સ્વજનો પિતા અને પુત્ર બન્નેના મૃતદેહને સાવરકુંડલા લઈ ગયા અને ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અલ્પેશની આત્મહત્યાની તપાસ કરી રહેલા સરખેજ પોલીસના અધિકારી જણાવે છે કે, પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે, કોરોના મહામારીને કારણે નાણાંકીય તંગીનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે આત્મહત્યા કરી લીધી હશે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે અલ્પેશની બહેને પણ બે વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. જેના કારણે અલ્પેશને મોટો આઘાત લાગ્યો હતો. શક્યતા છે કે, આત્મહત્યાનું કારણ તે પણ હોઈ શકે. આ અંગે બોપલ પોલીસના ઈન-ચાર્જ ઈન્સ્પેક્ટર ડી.એન.પટેલ વધુમાં જણાવે છે કે, બળવંતરાય દીકરાના મૃત્યુને કારણે આઘાતમાં હતા અને તેમણે પણ જીવન ટુંકાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *