હોમગાર્ડની બાઈકને પાછળથી બુલેટે ટક્કર મારતા વાપીના હોમગાર્ડ જવાનનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના વાપી(Vapi) ટાઉન પોલીસ મથકે હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા અને વાપી સલવાવ કોળી વાડમાં રહેતા કરણભાઈ વાલાભાઈ બારીયા ઉમર વર્ષ 55 હય રવિવારે ફળિયામાં રહેતા મિત્ર હરીશ દયાળભાઈ પટેલની સાથે સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 15 NN 8329 પર બરાઇથી ગોઇમા જતા હતા. ત્યારે માર્ગ પર પાછળથી આવી રહેલી પુર ઝડપે બુલેટ બાઈકનંGJ 15 DB 8590ના ચાલકે હોમગાર્ડ(Homeguard) કરણની બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પરથી બંને રસ્તા પર પટકાયા હતા.

આ અકસ્માતમાં બાઈક ચાલક વાપીના હોમગાર્ડ કરણને માથામાં ગંભીર ઇજા થતા 108માં પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન કરણભાઈનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટના સંદર્ભે હોમગાર્ડ જવાનના પુત્ર મિશાલ ભાઈ અને હરીશભાઈએ પારડી પોલીસ મથકે બુલેટ ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. અકસ્માતમાં હોમ ગાર્ડ જવાનનું મોત થવાને કારણે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

જોવામાં આવે તો રાજ્યમા દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જે અકસ્માત દરમિયાન માસુમ લોકોને પણ તેનું ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે આવો જ એક અકસ્માત થતા હોમ ગાર્ડ જવાનનું કરુણ મોત નીપજ્યું છે. જેને કારણે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *