ભારતના સૌથી મોટા ક્રિકેટરનું થયું નિધન- જાણો વધુ

ભારતના સૌથી ઉંમરવાળા પ્રથમ શ્રેણીના ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે નિધન થઈ ગયું. તેમની ઉંમર ૧૦૦ વર્ષ હતી. આ વર્ષના 26 જાન્યુઆરીના રોજ વસંતે પોતાના જીવનનું શતક પૂર્ણ કર્યું હતું. ત્યારે સચિન તેંડુલકર અને સ્ટિવ વો પણ તેને મળવા ગયા હતા.

વસંતના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ છે. તેમના જમાઈ સુદર્શન નાણાવટીએ જણાવ્યું કે તેઓ વૃદ્ધાવસ્થાને કારણે દક્ષિણ મુંબઈના વાલકેશ્વરમાં પોતાના નિવાસસ્થાન પર સૂતી વખતે બે વાગ્યે નિધન થઈ ગયું.

વસંત રાયજીએ 1940ના દશકમાં નવ પ્રથમ શ્રેણી મેચ રમી હતી. જેમાં તેમણે ૨૭૭ રન બનાવ્યા હતા. તેમનો સર્વાધિક સ્કોર 68 રન હતો. ઇતિહાસકાર વસંત અત્યારે 13 વર્ષના હતા. જ્યારે ભારતે દક્ષિણ મુંબઈના બોમ્બે જિમખાનામાં પહેલી ટેસ્ટ મેચ રમી હતી.

વસંત ભારતીય ક્રિકેટની સંપૂર્ણ યાત્રાના એક પ્રત્યક્ષદર્શી હતા. તે મુંબઈ અને વડોદરા માટે રમતા હતા. વસંત એ લાલા અમરનાથ, વિજય મર્ચંટ તેમજ અન્ય દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમમાં રહી ચૂક્યા છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *