અમદાવાદ માટે ખુબ જ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરમાં આત્મહત્યાના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. ગત રોજ ખાનગી કંપનીના ડિરેક્ટરે સાતમા માળેથી કુદીને આત્મહત્યા કરી હતી, તેવામાં આજે વસ્ત્રાપુરના એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં આત્મહત્યાના પ્રયાસની પાંચ ઘટનાઓ સામે આવી છે. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જેમનું નામ વિશાલ ડાભી છે. અને પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભ દર્શન એપાર્ટમેન્ટ પાસે રહે છે. આજે તેઓએ પોતાના ઘરે કોઈક કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. આપઘાતનો કિસ્સો સામે આવતાં સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યું છે કે, બે મહિના પહેલાં જ વિશાલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગત રોજ અમદાવાદના થલતેજમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે લોકડાઉનને કારણે ધંધામાં નુકસાન જતાં સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જ્યારે 21 ડિસેમ્બરે વાસણાના પ્રખ્યાત ટ્યુશન ટીચર પાર્થ ટાંકે 14મા માળેથી કુદીને જીવન ટૂંકાવ્યું હતું. આમ, અમદાવાદમાં હાલમાં આત્મહત્યાના ઘણા કેસો આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle