હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘વાયુ’ 13 એપ્રિલે ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દીધી છે. NDRFની ટીમો પણ સ્ટેન્ડ બાય મોડ પર મૂકવામાં આવી છે.
‘વાયુ’ વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દરિયાકાઠાના ગામોને એલર્ટ પર આપવામાં આવ્યું છે. સાથે 35 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડુ કેવી રીતે આગળ વધશે તેની આગાહી કરતા ફોટોગ્રાફ અહીં દર્શાવવામાં આવ્યા છે. આ આર્ટીકલ સેવ કરી રાખો અને ક્યાં વાવાઝોડું પહોચ્યું છે તેની પળેપળ ની વિગતો મેળવતા રહો.
‘વાયુ’ વાવાઝોડાની 11 જૂન 2019ની સ્થિતિ