મા ભોમની રક્ષા કરવા ગયેલા અનેક જવાનો રાત દિન જાગીને આપણી સુરક્ષા માટે બોર્ડર પર દુશ્મનો સામે પોતાના પરિવારની પણ પરવાહ કર્યા વગર લડી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરત શહેરના વાંકલ ગામના વીર જવાને પોતાના અદ્દભુત શૌર્યનું પ્રદર્શન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના સોફિયાનમાં જૈશ-ઐ-મોહમ્મદના બે આતંકીને ઠાર કરી સુરતના વાંકલ ગામના ફૌજી વીર જવાને શૌર્ય વીરતા પદક પ્રાપ્ત કર્યો છે. દેશ માટે લડી રહેલા આવા વીરોને શત શત વંદન છે. સુરતના વાંકલ ગામમાં આ જવાનનું ગ્રામજનોએ ફટાકડા ફોડી ભવ્ય અને શાનદાર રીતે સ્વાગત કર્યું છે અને સ્વાગત સમયે ભારત માતા કી જયના નારા ગૂંજ્યા હતા. જવાનની સાહસિકતા અને શૌર્ય બદલ દિલ્હી ખાતે વિરતા સન્માન સમારોહમાં બકુલ ગામીત નામના જવાનને શૌર્ય પ્રદર્શન વીરતા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના સોફિયાન જિલ્લામાં જૈસ ઐ મૌહંમદ આતંકી સંગઠનના બે આતંકીઓને ઠાર કરી દિલ્હી ખાતે શૌર્ય વીરતા પદક પ્રાપ્ત કરી પોતાન વતન વાંકલ ગામે આવેલા જવાન બકુલ ગામીતનું ગ્રામજનોએ ફટાકડા ફોડી અને હારતોરા કરી ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું હતું અને ગામ આખામાં ખુશીનો મહાલો જોવા મળ્યો હતો. ભારત દેશની ભૂમિ અને રાષ્ટ્રની રક્ષા કરી સુરત જિલ્લાના માંગરોળના વાંકલ ગામનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરીને ગૌરવ અને સન્માન અપાવનાર ગામીત બકુલકુમાર દલપતભાઈ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ C.R.P.F. મા છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. સલામ છે આવા વીર જવાનોને…
વાંકલ ગામના ગામીત ફળિયામાં રહેતા અને એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા બકુલકુમારે ભારત ભૂમિની રક્ષા માટે ફૌજી બનવાનો નિર્ણય કર્યો હતો અને ફૌજી બનવાના સંકલ્પને પુરો કરી બકુલ ગામીત અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં અલગ અલગ સરહદ પર દેશની કાજે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેઓ જમ્મુ-કાશ્મીર ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ત્યાં વર્ષ 2019ની 26 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના સોફિયાન જિલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ થતા ફોર્સની 14 બટાલિયનમાં ફરજ પરના ગામીત બકુલકુમાર દલપતભાઈ અને અન્ય સહયોગી જવાન અમિતસિંગ યાદવ જણાવવામાં આવેલ સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે જૈસે ઐ મૌહમદના ખૂંખાર ગણાતા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર જવાનો ઉપર કર્યો હતો. તેના પ્રતિઉત્તરમાં જવાનોએ ઉચ્ચ રણ કૌશલ અને ઉચ્ચ શ્રેણીનુ કર્તવ્ય નિર્વહનનું પાલન કરી કુશળ રણનીતિથી આતંકવાદીઓ ઉપર ઘાતક પ્રહાર કરી જૈશ ઐ મૌહંમદ આતંકી સંગઠનના બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા અને જવાનોએ પોતાનું શૌર્ય અને સાહસની સાબિતી પૂરી પાડી હતી.
તમને જણાવી દઈ કે, બે દિવસ અગાઉ દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકલ ગામના ફૌજી જવાન ગામીત બકુલકુમાર દલપતભાઈ ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરી શૌર્ય પ્રદર્શનના વીરતા વીરતા પદક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોતાના વતનમાં વાંકલ ગામમાં થતા પરિવારજનો અને ગ્રામજનોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી અને તેમનું ભવ્યથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.